ક્રિકેટના મેદાન પર તમે બેટ્સમેનોને ઘણી રીતે આઉટ થતાં જોયા હશે, પરંતુ ઓસ્ટ્રેલિયાની ઘરેલુ ટુર્નામેન્ટ થર્ડ અમ્પાયરે એક બેટ્સમેનને અનોખી રીતે આઉટ આપ્યો તેને જોઈને તમને કદાચ વિશ્વાસ નહીં થાય. વિક્ટોરિયા અને સાઉથ ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી મેચમાં સેમ હાર્પરને ફિલ્ડર દ્વારા થ્રો કરવા દરમિયાન સ્ટમ્પ્સ વચ્ચે આવતા અમ્પાયરે તેને આઉટ આપી દીધો હતો. થર્ડ અમ્પાયરના આ નિર્ણયે ક્રિકેટ જાણકારો વચ્ચે નવી ચર્ચાને વિષય બન્યો છે.
ઉલ્લેખનીય છે કે આ ઘટના વિક્ટોરિયા ટીમની બેટિંગના સમયનો છે, જ્યારે સેમ હાર્પર બોલર ડેન વૉરેલના બોલને સામેની તરફ રમ્યો અને બોલરે પોતાના ફોલોથ્રૂમાં બોલને પકડી વિકેટ તરફ ફેક્યો. પીચ આગળ ઊભા હાર્પર પોતાની વિકેટના બચાવ માટે સ્ટમ્પ સામે આવી ગયો અને બોલ પણ તેના પેડ પર જઈને લાગ્યો. ત્યારબાદ સાઉથ ઓસ્ટ્રેલિયાની ટીમના કેપ્ટન ટ્રેવિડ હેડ સહિત બધા ખેલાડીઓએ તેને લઈને અપીલ કરી. ઓન ફિલ્ડ અમ્પાયર્સ વચ્ચે ઘણા સમય સુધી ચર્ચા બાદ આ નિર્ણયને થર્ડ અમ્પાયર પર મોકલવામાં આવ્યો.
ત્યાં રિપ્લેમાં જોવા મળ્યું કે હાર્પર બોલ આવતી વખતે સ્ટમ્પની એકદમ વચ્ચે આવી ઊભો રહી જાય છે , જેના કારણે તેને આઉટ આપી દેવામાં આવ્યો હતો. હાર્પર જ્યારે અજીબોગરીબ રીતે આઉટ થયો, ત્યારે ઔસ્ટ્રેલીયા નો ભૂત પૂર્વ ખેલાડી એન્ડ્ર્યુ સાયમંડ્સ કોમેન્ટ્રી બોક્સમાં હતો. તેણે ઓબસ્ટ્રક્ટિંગ ધ ફિલ્ડનું શાનદાર ઉદાહરણ ગણાવ્યું. એ સિવાય તેમણે સાઉથ ઓસ્ટ્રેલિયાના બોલર વૉરેલના પ્રેઝેન્સ ઓફ માઈન્ડના વખાણ પણ કર્યા . જોકે ક્રિકેટમાં આ પહેલી વખત નથી બન્યુ , કે કોઈ બેટ્સમેનને આ રીતે આઉટ આપી દેવામાં આવ્યો હોય.
આ પહેલા વર્ષ 2006મા ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી વન-ડે સીરિઝ દરમિયાન ઇન્ઝમામ ઉલ હકને સુરેશ રૈનાના થ્રોને બેટથી મારવાના કારણે તેને આઉટ આપી દેવામાં આવ્યો હતો. ઓબસ્ટ્રક્ટિંગ ના નિયમો મુજબ જો કોઈ બેટ્સમેન જાણીજોઇને ફિલ્ડિંગમાં ખલેલ નાખતા જોવા મળે. તો તેને આઉટ આપવામાં આવે છે .
શું હોય છે ઓબસ્ટ્રક્ટિંગ ધ ફિલ્ડ ના નિયમ ?
ઓબસ્ટ્રક્ટિંગ ધ ફિલ્ડ?, મેરિલેબોન ક્રિકેટ ક્લબના નિયમો અનુસાર કોઈ પણ બેટ્સમેન ઓબસ્ટ્રક્ટિંગ ધ ફિલ્ડ હોય. અને જો તે બોલને રમ્યા બાદ જાણીજોઇને વિપક્ષી ટીમના ફિલ્ડર્સના કામમાં બાધા નાખે કે પોતાના શબ્દો કે એક્શનથી તેનું ધ્યાન ભટકાવે. તો તેને ઓબસ્ટ્રક્ટિંગ ઘ ફિલ્ડ કહેવામાં આવે છે. અને જો વિપક્ષી ટીમ અપીલ કરે તો તેને નિયમ અનુશાર આઉટ આપવામાં આવે છે .
Something you don't see every day… Sam Harper is out obstructing the field 🤔#OneDayCup pic.twitter.com/okhyYkrodY
— Victorian Cricket Team (@VicStateCricket) April 8, 2021