દર વર્ષે આપણે ધનતેરસ ના દિવસે માતા લક્ષ્મી નું પૂજન કરતા આવ્યા છીએ , તો આપણે તેનું પૂજન સુકામ કરીએ છીએ અને તેનો મહિમા શું છે તેની આપણને ખબરજ નથી , તો ચાલો આજે અપને જાણીએ ધનતેરસ અને માતા લક્ષ્મીજીના પૂજન વિષે |
એક સમય ની વાત છે જયારે ભગવાન વિષ્ણુ પૃથ્વી લોકમાં વિચરણ કરવા જઈ રહ્યા હતા , ત્યારે માતા લક્ષ્મીજીએ પણ ભગવાન વિષ્ણુ સાથે જવાની જીદ કરી , કે મને પણ સાથે લય જાવ | ભગવાને કહ્યું ઠીક છે પણ હું જે વાત કહું તે વાત તમારે માનવી પડશે , લક્ષ્મીજીએ કહ્યું ઠીક છે પ્રભુ જે વાત તમે કહેશો તે હું માનીશ .
ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજી પૃથ્વી લોકમાં આવી વિચરણ કરવા લાગ્યા , થોડી વાર પછી ભગવાન વિષ્ણુ એક જગ્યા પર થોભી ગયા , અને માતા લક્ષ્મીજીને કહ્યું સાંભળો દેવી જ્યાં સુધી હું અહિયાં પાછો ના આવું ત્યાં સુધી તમે અહીયાજ ઉભા રેહજો , હું દક્ષીણ દિશા તરફ જાવ છું માટે તમે ભૂલથી પણ તે દિશા તરફ ના જોતા | આટલું કહી ભગવાન વિષ્ણુ તે દિશા તરફ ચાલવા લાગ્યા |
ભગવાન વિષ્ણુ ના ગયા પછી માતા લક્ષ્મીજીના મનમાં શંકા ઉત્તપન થઇ કે ભગવાન નું આ કેવું રહસ્ય છે કે મને વળી તે દિશામાં જોવાની ના પાડી , જરૂર કઈક ને કઈક આ વાત માં રહસ્ય છુપાયેલું છે , આ કુતુવલ માં માતા લક્ષ્મીજી પણ ભગવાન વિષ્ણુ જે દિશા તરફ ગયા હતા તે દિશા તરફ ચાલવા લાગ્યા |
થોડી વાર આગળ ચાલતા ચાલતા એક ફુલનું ખેતર આવ્યું જે ખેતર ચારે બાજુ થી ફૂલોથી ખીલેલું હતું , આ સુંદર ફૂલોનું ખેતર જોઈ માતાજી મંત્ર મૃગ થઈ ગયા . અને ખેતર માંથી ફુલો તોડી પોતાનો શૃંગાર કરવા લાગ્યા , અને ફરી આગળ ચાલતા થયા | થોડા આગળ ચાલતા ચાલતા માતાજીને એક શેરડીનું ખેતર દેખાણું જે ખેતરમાંથી માતાજી શેરડીના સાંઠા તોડી શેરડી ને ખાવા લાગ્યા . એજ ક્ષણે ભગવાન વિષ્ણુ ત્યાં આવી જાય છે તેમને જોયું કે દેવી લક્ષ્મી તેમની પાછળ પાછળ આવે છે તેથી ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મીજી પર નારાજ થયા અને વચન ભંગ ના કારણે ભગવાને માતા લક્ષ્મીજીને શ્રાપ આપ્યો ,
કે હે દેવી મેં તમને આ દિશા તરફ જોવાની ના કહી હતી , તેમ છતા તમે કિશાન ના ખેતર માંથી ચોરી કરવાનો પણ અપરાધ કર્યો છે , માટે તમને શ્રાપ આપું છું કે તમે આ ખેડૂત ની બાર વર્ષ સેવા કરશો , આ તમારા અપરાધની સજા છે એટલું કહી ભગવાન અંતર ધ્યાન થયા |
લક્ષ્મીજી શ્રાપના કારણે સાધારણ રૂપ ધરી કિશાન ના ઘરમાં રહેવા લાગ્યા , જે કિશાન ખુબજ ગરીબ અને દુર્બળ હતો | લક્ષ્મીજીએ કિશાનની પત્નીને કહ્યું કે પ્રથમ તમે સ્નાન કરી લક્ષ્મીજીની મૂર્તિ બનાવી તેની પૂજા કરો , પછી રસોઈ બનાવો તમે લક્ષ્મીજી પાસે જે માંગશો તે તમને જરૂર મળશે |
કિશાન ની પત્નીએ લક્ષ્મીજીના કહેવા પ્રમાણે પૂજા કરવાનું શરુ કર્યું , લક્ષ્મીજીના કહેવાથી થોડા સમય પછી કિશાન ના ઘરમાં ધન , ધાન અને રત્નસૂવર્ણ થી ભરાવા લાગ્યા . સમય જતા આ રીતે કિશાન ના બાર વર્ષ ખુબજ ધામ ધૂમ થી પસાર થયા અને માતા લક્ષ્મીજીનો શ્રાપ પણ પૂર્ણ થયો|
શ્રાપ પૂર્ણ થતા ભગવાન વિષ્ણુ લક્ષ્મીજીને લેવા આવ્યા . જેવાજ લક્ષ્મીજી ભગવાન સાથે જવા તૈયાર થયા ત્યાજ કીશાને લક્ષ્મીજીને જવાની ના પાડી દીધી . હવે લક્ષ્મીજી પણ કિશાનની રજા વિના ત્યાંથી જવા તૈયાર ન હતા કારણ કે માતાજી પણ શ્રાપ ના કારણે બાર વર્ષ આ ઘરમાં રહ્યા હતા |
ત્યારે ભગવાન વિષ્ણુએ એક યુક્તિ કરી , જયારે ભગવાન વિષ્ણુ લક્ષ્મીજીને લેવા આવ્યા ત્યારે વારુણ પર્વ ચાલતું હતું ભગવાને કિશાન ને વારુણ પર્વનું મહત્વ સમજાવતા કહ્યું કે તમે પરિવાર સહિત ગંગામાં જઈ સ્નાન કરો . અને આ ચાર કોડીઓ જે તમને આપુ છું તે તમે ગંગામાં પધરાવી દયો , જ્યાં સુધી તમે પાછા નહિ આવો ત્યાં સુધી હું અને દેવી અહીજ રહીશું |
કીશાને ભગવાન વિષ્ણુ પર વિશ્વાસ કરી સહ પરિવાર સાથે ગંગા સ્નાન કરવા ચાલતા થયા | ગંગા કિનારે જઈ ભગવાન વિષ્ણુએ આપેલી ચાર કોડીઓ ગંગામાં પધરાવી ત્યાજ ચાર ભુજાઓ ગંગામાંથી બહાર નીકળી , અને ચારે કોડીઓ ચારે ભુજાઓએ લઈ લીધી , આ જોઈ કીશાનને આચર્ય થયું અને બે હાથ જોડી ગંગાજીને વિનંતી કરી , કે હે માતા આ ચાર ભુજાઓ કોની છે તે મને સત્ય કહો |
ત્યારે માતા ગંગાએ જવાબ આપ્યો કે સાંભળ આ ચારે ભુજાઓ મારીજ છે , અને તને જે આ કોડીઓ આપી છે તે તને કોણે ભેટ આપી છે , કિશને કહ્યું મારે ઘેરે એક સ્ત્રી આવી છે તેને મને આ કોડીઓ ભેટ આપી છે , ત્યારે ગંગાજીએ કહ્યું કે તમારે ઘેરે જે સ્ત્રી આવી છે ક્ષાત ક્ષાત લક્ષ્મીજી છે અને પુરુષના રૂપ માં છે તે સ્વયં ભગવાન વિષ્ણુ છે , તું લક્ષ્મીજીને જવા નહિ દેતો નહીતર તું પહેલાની જેમ નિર્ધન થઇ જઈશ |
ગંગા મૈયાની વાત સાંભળી કિશાન તરતજ ઘેરે આવે છે , ત્યાજ ભગવાન અને લક્ષ્મીજી જવાની તૈયારી કરી રહ્યા હતા , કીશાને માતા લક્ષ્મીનો હાથ પકડી કહ્યું કે હે માતા હું તમને નહિ જવા દવ તમે અહીજ રહો , ત્યારે ભગવાને કીશાનને કહ્યું કે હે કિશાન લક્ષ્મીજીને કોણ જવાદે પણ તેનું મન અને સ્વભાવ સંચળ છે , માટે લક્ષ્મીજી કોઈ પણ જગ્યાએ સ્થાઈ ન થઈ શકે , માટે લક્ષ્મીજીને જવા દે . લક્ષ્મીજીએ મારા શ્રાપ ના કારણે બાર વર્ષ તારી સેવા કરી છે , હવે લક્ષ્મીજીનો બાર વરસનો શ્રાપ કાળ પૂર્ણ થઈ ગયો છે માટે હવે લક્ષ્મીજીને જવાની રજા આપ |
ત્યારે કીશાને ભગવાનને હઠ પૂર્વક કહ્યું કે હે પ્રભુ હું લક્ષ્મીજીને જવા નહિજ દવ , કિશાન ની હઠ સાંભળી લક્ષ્મીજીએ કિશાન ને કહ્યું હે કિશાન મારી વાત સાંભળ હું તને જે કહું તે તું કરજે , કાલે તેરસ નો દિવસ છે જે ધનતેરસ ના નામથી ઓળખાય છે હું કાલે તારા ઘેરે ધનતેરસ મનાવીશ. તું આખા ઘર ને લીપણ કરી ઘરને સ્વસ્થ કરી રાત્રે એક દીવો કરજે અને સંધ્યા કાળે મારું પૂજન કરજે .
એક તાંબાના કળશમાં રૂપિયા ભરી મારી સમક્ષ નિમિત રાખજે અને હું તે કળશમાં નીવાસ કરીશ , હું તને જોવા નહિ મળું પણ તારી પૂજાનો સ્વીકાર કરી વર્ષ ભર તારા ઘરમાં નીવાસ કરીશ | અને જો તારે મને તારા ઘરે નિવાસ આપવો હોઈ તો દર વરસે ધનતેરસ ના દિવસે તારે મારી પૂજા કરવી પડશે , આટલું કહી તે દીપક ના પ્રકાશની જેમ ચારે દિશામાં ફેલાય ગયા |
આગલા દિવસે લક્ષ્મીજીના કહેવા પ્રમાણે કીશાને લક્ષ્મીજીનું પૂર્ણ રીતે પૂજન કર્યું . અને આખું વર્ષ કીશાનનું ઘર ધન , ધાન અને સમૃદ્ધિથી ભર્યું રહ્યું | આવીજ રીતે કિશાન દર વરસે ધનતેરસના દિવસે માતા લક્ષ્મીજીનું પૂજન કરવા લાગ્યો , અને માતા લક્ષ્મી ને બે હાથ જોડી વિનંતી કરવા લાગ્યો કે માતા લક્ષ્મીજી જેવી રીતે તમારું પૂજન કરી મારું ઘર ધન , ધાન અને સમૃદ્ધિથી ભર્યું રહે છે ,તેવીજ રીતે જો કોઈ મનુષ્ય ધનતેરસના દિવસે તમારી પૂજા કરે તેનું ઘર પણ તમે ધન , ધાન અને સમૃદ્ધિથી ભરી દેજો |
તે દિવસથી ધનતેરસ ના દિવસે માતા લક્ષ્મીજીનું પૂજન કરવામાં આવે છે , તો મિત્રો આ હતું માતા લક્ષ્મીજીએ સ્વયં આપેલું વરદાન જે વરસો થી આપણે તેમનું પૂજન કરી આખું વર્ષ આપણે તેમને આપણા ઘરમાં નીવાસ કરાવીએ છીએ અને ધંધામાં સમૃદ્ધિ થાય તેવી કામના કરીએ છીએ .