હોટલ રેસ્ટોરન્ટ માં જમતા પહેલા આટલું જરૂર વિચારજો

0
264
Hotel food disruption

ઘણા લોકો હોટલમાં જમવાના ખુબ શોખીન હોય છે, જયારે અમુક લોકો નાછૂટકે અમુક કારણોસર હોટેલમાં જમવું પડતું હોય છે. ઘણી વખત કોઈ કામ અર્થે બહાર ગયા હોઈએ ત્યારે પણ હોટલમાં જમવું પડતું હોય છે.

આ હોટલમાં વિવિધ પ્રકારના શાક અને ભોજન મળે છે. જેમાં પંજાબી, સાઉથ ઇન્ડિયન, સાઈનીઝ, ઈટાલિયન વગેરે પ્રકારના ભોજન મળી રહેતા હોય છે. જેમાથી અમુક પ્રકાર ભાવતા ભોજન લોકો આમાંથી ખાતા હોય છે.

આ હોટલ કે રેસ્ટોરન્ટમાં મળતા ગ્રેવી વાળા આવા ખોરાકથી તમારે ચેતી જવાની જરૂર છે. કારણ કે આ ગ્રેવી વાળા ખોરાક તમને ઓર્ડર આપ્યાના થોડાક મીનીટમાં તમને આ આપવામાં આવે છે. કારણ કે આ ગ્રેવી તાજી હોતી નથી, જે ઘણા દિવસો પહેલા બનાવેલી હોય છે. તાજી ગ્રેવી બનાવતા ઘણો સમય લાગે છે. આ ગ્રેવી અઠવાડીયા સુધી ફ્રીજમાં મુકીને રાખવામાં આવતી હોય છે.  જેનો ઉપયોગ કરીને તેને ગરમ કરીને તમને આપવામાં આવે છે.

ગ્રેવી પણ અલગ અલગ ગુણવત્તાની હોય છે. બજારમાં  મળતા શાકભાજી અલગ અલગ પ્રકારના વાપરવામાં આવ્યા હોય છે. જેમાં સડેલા કે બગડેલી વસ્તુઓ પણ વાપરવામાં આવી હોય શકે છે. મોટે ભાગે ગ્રેવી માટે બદલામા નીકળેલા શાકભાજી વાપરવામાં આવતા હોય છે. જે સાવ છેલ્લી ગુણવત્તા વાળી શાકભાજી હોઈ છે.

આ રીતે લાંબા સમય સુધી ફ્રીજમાં રાખવામાં આવેલી ગ્રેવીમાં પણ એસીડીક પ્રક્રિયા માં રૂપાંતર થાય છે. જેમાંથી એસીડ ઉત્પન્ન થાય છે. આ એસિડના લીધે આપણા શરીરમાં 80 ટકા આલ્ક્લીન અને 20 ટકા એસીડીકની જરૂર પડે છે, તે પ્રક્રિયા જળવાતી નથી. અને શરીર ને નુકશાન થાય છે.

આ રીતે વાસી ગ્રેવી આપણે ખાઈએ છીએ તે ગ્રેવી હોજરીને નુકશાન કરે છે. જીભના સ્વાદ માટે આપણે આ ગ્રેવી ખાઈએ છીએ પરંતુ હોજરીને તેનો વારંવાર સામનો કરવો પડે છે. જેનાથી હોજરીને તકલીફ પડે છે. માટે આવા ગ્રેવી વાળા શાક શરીરમાં ખુબ જ નુકશાન કારક સાબિત થાય છે. માટે હોટલમાંથી આવા ગ્રેવી વાળા શાક ક્યારેય પણ ન ખાવા જોઈએ.

તમારે જો આવું ગ્રેવી વાળું શાક બનાવીને ખાવાની ઈચ્છા થાય તો ઘરે જ આ રીતે આ શાક બનાવીને ખાઈ લેવું જોઈએ. ઘણી વખત આ રીતે હોટલમાં વાસી ખોરાક આપવામાં આવતો હોય છે. માટે બને ત્યાં સુધી ગરમ ખોરાક બને તેવી હોટેલ પસંદ કરવી જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here