આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવીએ ભાજપના નવા મંત્રીમંડળની લાયકાત પર આકરા કટાક્ષ કર્યા છે. ઈશુદાન ગઢવીએ નવા મંત્રીમંડળને નવા નિશાળિયા અને રબર સ્ટેમ્પ સમાન ગણ્યા છે , કે આ મંત્રીમંડળને વહીવટી કરતા નહીં આવડે. આ મંત્રીમંડળને વહિવટ શીખતા જ એક વર્ષ લાગી જશે. આ મંત્રીમંડળને જોતા લાગે છે કે ગુજરાત પાંચ વર્ષ પાછળ ધકેલાઈ ગયું છે . ભાજપે ગુજરાતને લેબોરેટરી સમજીને રાખ્યું છે.
તેમજ ઈશુદાન ગઢવીએ વાતચીત દરમિયાન ગુજરાતના નવા ગૃહમંત્રી હર્ષ સંઘવીની શૈક્ષણિક લાયકાત પર કટાક્ષ કરતા જણાવ્યું કે, પોલીસની પરીક્ષા આપવા માટે પણ ગ્રેજ્યુએટ , દોડ, હાઈટ બધું જોઈએ ,અને આપણા નવા ગૃહ મંત્રી માત્ર 8 ધોરણ પાસ છે. ઈશુદાનના કહેવા પ્રમાણે ભાજપે આમ આદમી પાર્ટીની સુરત અને સમગ્ર ગુજરાતમાં વધતી લોકપ્રિયતાના કારણે મુખ્ય મંત્રી થી માંડી જુમા મંત્રી મંડળ ને પણ બદલી નાખ્યા છે તેમ પણ જણાવ્યું હતું .
જયારે સુરત શહેરમાંથી ત્રણ રાજય કક્ષાના મંત્રી, 1 કેબિનેટ મંત્રી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ પણ સુરતમાંથી છે. આમ છતા સુરતમાં ભાજપ માટે 16માંથી એક સીટ પણ આવવી મુશ્કેલ છે જણાય રહી છે .
ઈશુદાને નીતિન પટેલ અને પ્રદિપ સિંહ જેવા સિનિયર નેતાઓને પણ મંત્રી મંડળમાં સામેલ ન કરવા બદલ ભાજપને સ્વાર્થી પક્ષ ગણાવ્યો છે . ઈશુદાને કહ્યું, જો નીતિન પટેલ અને પ્રદિપ સિંહને પણ લાત મારીને કાઢી મુકાયા હોય, એમની વફાદારીના એક પણ ટકાનું ધ્યાનના રાખવામાં આવ્યું હોય, તો આના પરથી ભાજપ કેટલી સ્વાર્થી પાર્ટી છે તે જોઈ લેવાનું જોઈએ . પ્રદિપ સિંહે અનેક વાર ભાજપને બચાવી છે. નિતીન પટેલ પાટીદાર અનામત આંદોલન સમયે ઢાલ બનીને ભાજપ માટે ઉભા રહ્યાં હતા.
વિજય રૂપાણીના રાજીનામા પછી ભુપેન્દ્ર પટેલને ગુજરાતના નવા મુખ્ય પ્રધાન બનાવી દેવામાં આવ્યા છે. ભુપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળના 24 મંત્રીઓએ શપથ લીધા છે. જયારે વિજય રૂપાણી મંત્રી મંડળના એક પણ મંત્રીને નવા મંત્રી મંડળમાં સ્થાન આપવામાં આવ્યું નથી.