તાજેતર માં મળતી માહિતી પ્રમાણે મોરબી નો જુલતો પુલ તૂટ્યો છે
જેમા કુલ 141 લોકો મૃત્યુ પામ્યા છે, આ લાકડા થી નિર્મિત પુલ 140 વર્ષ જૂનો હતો હજુ તો બેસતા વર્ષ માટે ખુલ્લો મુકાયો હતો, અતિયારે હાલમાં રાહત – બચાવ કામગીરી ચાલુ છે
મોરબી માં રવિવારે સાંજે ઈતિહાસ વિરસત્સમો ઝુલતો પુલ નદીમાં તૂટી પડતા પુલ ઉપર વિહાર કરતા 400 થી વધૂ લોકો ઊંડા પાણી માં ખાબક્યા હતા. જેમા 20 થી વધુ બાળકો સહિત 141 મોત થયા હતા
રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને શોખ અને સંવેદના વ્યક્ત કર્યા છે મુખ્યમંત્રી ગૃહ મંત્રી વગેરે મોરબી દોડી આવ્યા હતા અને ખાસ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખશ્રી ગોપાલ ઇટાલીયા અને ઈશુદાન ગઢવી પહોંચ્યા હતા
ઈશુદાન ગઢવી આવતાની સાથે જ દુઃખ વ્યક્ત કર્યો હતો અને ગોપાલ ઇટાલીયા ગુસ્સે થયા હતા કહ્યું હતું કે ફક્ત પાંચ દિવસમાં જો આવું થતું હોય તો આ માટે કોણ જવાબદાર છે મોરબીના ધારાસભ્ય અને મંત્રી બ્રિજેશ મેર જાય જણાવ્યું હતું કે હાલમાં ૬૦થી વધુ મૃતદેહો પાણીની બહાર કાઢવામાં આવી છે મચ્છુ નદીમાં ગાડીવેલના કારણે રાહત બચાવ કાર્યમાં રાત્રિના સમયે અવરોધ સર્જાય રહ્યો છે રેન્જ આઇ.જી અશોક યાદવ એ કહ્યું હતું કે ઘટનાની તપાસ થશે અને દોષિતોને સજા થશે
મોરબી દુર્ઘટનાના પીળી તોને છ લાખની સહાય અપાશે વડાપ્રધાન કાર્યાલય દ્વારા ટ્વિસ્ટ કરાયું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રત્યેક મૃતક માટે પ્રધાનમંત્રી નેશનલ રીલીફ ફંડ માંથી એક્સ ગ્રેસિયા બે લાખની સહાય ચૂકવવાની તપાસ બીજા ગ્રસ્તો માટે 50000 ની સહાય આપવાનું જાહેર કર્યું છે
બીજી તરફ રાજીના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ટ્વિસ્ટ કરી પ્રત્યેક મૃતક માટે ચાર લાખની સહાય તથા ઇજાગ્રસ્ત માટે 50000 ની સહાય આપવામાં આવી છે
મોરબી ફૂટ બ્રિજ તૂટવાની ઘટના અંગે તપાસ સમિતિ
હાલમાં મોરબીમાં મોટે પાયે તપાસ ચાલી રહી છે રાજ્ય સરકારે ઘટનાની તપાસ માટે પાંચ સભ્યોની તપાસ સમિતિની રચના કરી છે જેમાં રાજ્યની પાલિકાઓના મુખ્ય વહીવટી કમિશનર રાજકુમાર બેનીવાલ માર્ગ મકાન વિભાગના પોલિટી કંટ્રોલના ચીફ એન્જિનિયર કે કે એમ ડી પટેલ એલડી એન્જિનિયર ના સ્ટ્રક્ચર એન્જિનિયરિંગ વિભાગના એચઓડી ડોક્ટર ગોપાલ માર્ગ વિભાગના સચિવ સંદીપ વસાવા અને આઈજી સુભાષ ત્રિવેદી સામેલ છે.
પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોરબી કરુણા આંતિકા સામે દુઃખ વ્યક્ત કર્યો હતો વડાપ્રધાન 21 કરી કહ્યું હતું કે મેં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને અન્ય અધિકારો સાથે આ દુઃખની ઘટના વિશે વાત કરી છે ઉપરાંત મોરબીના ધારાસભ્ય અને પંચાયત મંત્રી બ્રિજેશ મેરજા સાથે વાતચીત કરી અને સંવેદના વ્યક્ત કરવા સાથે કેન્દ્ર સરકાર જરૂરી તમામ સહાય કરશે તેવી ખાતરી આપી છે.