ઓલા ઇલેક્ટ્રિક સ્કુટરે બનાવ્યો રેકોર્ડ, એક દિવસમાં ૬૦૦ કરોડ રૂપિયાનાં સ્કુટર વેચાઈ ગયા

0
12104
Ola Electric Scooter record and price

ઓલા ઈલેક્ટ્રીક (Ola Electric) દ્વારા ગુરુવારે એલાન કરી દેવામાં આવ્યું છે કે , તેણે બુધવારથી એક દિવસમાં ૬૦૦ કરોડ રૂપિયાનાં E-Scooter વેચી નાખ્યા છે. કંપનીએ પોતાના એક નિવેદનમાં કહ્યું હતું કે, અમે ૬૦૦ કરોડ રૂપિયાથી વધારે કિંમતના સ્કુટર વેચ્યા છે. આ સમગ્ર ટુ-વ્હીલર ઉદ્યોગ દ્વારા એક દિવસમાં વહેંચવામાં આવેલ કિંમત થી પણ ઘણું વધારે છે. હવે આવનારો સમય ઇલેક્ટ્રિક વાહનો માટે આવી રહ્યો છે

મીડિયા રિપોર્ટ અનુસાર ઓલા ઈલેક્ટ્રીક સ્કુટરે વીતેલા ૨૪ કલાકની અંદર ૧ લાખ બુકિંગ પ્રાપ્ત કરવાનો પણ નવો રેકોર્ડ બનાવ્યો છે. આ દુનિયામાં સૌથી વધારે બુકિંગ પ્રાપ્ત કરનાર પ્રી-બુક સ્કુટર બની ગયું છે.

અવરેજ દર સેકન્ડમાં ઇ-સ્કુટર નાં ૪ યુનિટ વેચાઈ રહેલ છે

S1 અને S1 Pro સ્કુટર ની ખરીદી માટેની વિન્ડો ઓપન કરી દેવામાં આવેલ છે, જેની ઉપર કંપનીને સારી પ્રતિક્રિયા મળી રહી છે. ઓલા નાં સીઈઓ ભાવેશ અગ્રવાલે બુધવારે રાત્રે ઘોષણા કરી હતી કે વિન્ડો ઓપન થયા બાદથી કંપની દર સેકન્ડે પોતાના સ્કુટરનાં ૪ યુનિટ વેચી રહી છે. અગ્રવાલે આગળ જણાવ્યું હતું કે બાકી રહેલા એકમો ખુબ જ જલ્દી વેચાઇ જશે.

S1 Pro ની કિંમત ૧.૩૦ લાખ રૂપિયા જેટલી

ઓલા ઈલેક્ટ્રીક કંપની પોતાના પહેલા ઉત્પાદ ની એક મોટી ચર્ચા કરવામાં સફળ રહેલ છે. ઓલા S1 ની કિંમત ૧ લાખ રૂપિયા છે, જ્યારે S1 Pro ની કિંમત ૧.૩૦ લાખ રૂપિયા છે. આ કિંમતો એક્સ શોરૂમ ની છે અને ઓફર ઉપર મળવા વાળી સબસીડી નાં આધાર પર અલગ-અલગ રાજ્યમાં અલગ અલગ કિંમત હશે.

રેન્જ લગભગ ૧૮૦ કિ.મી જેટલી

ઓલા S1 ની રેન્જ ૧૨૦ કિલોમીટર છે, જ્યારે S1 Pro ની રેંજ લગભગ ૧૮૦ કિ.મી જેટલી છે. બે મોડલ ની વચ્ચે અંતર પણ છે. જેમકે S1 Pro માં તમને વધારે રંગના વિકલ્પ મળી જશે, ૧૧૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ અને એક મોટી બેટરી પેક પણ હશે.

ડીલેવરી લગભગ ઓક્ટોબરથી શરૂ થશે

ઓલા ઈલેક્ટ્રીક ડાયરેક્ટ ટુ-હોમ મોડલ ઉપર સ્કુટર નું વેચાણ કરી રહી છે. તેનો કોઈ સ્ટોર નથી. ટેસ્ટ ડ્રાઈવ અને સ્કુટર ની ડિલિવરી લગભગ ઓક્ટોબરથી શરૂ થશે. ઓલા ઈલેક્ટ્રીક કંપનીએ લોન અને ઇએમઆઈ ની સગવડતા માટે ઘણી આર્થિક સંસ્થાનો સાથે કરાર કરેલ છે.

આશરે ૧૦ હજાર મહિલાઓને રોજગારી મળશે

ઓલા ઈલેક્ટ્રીક ફેક્ટરીને “ફ્યુચરફેક્ટરી” પણ કહેવામાં આવે છે. તેમાં આશરે ૧૦ હજાર મહિલાઓને રોજગારી મળી રેહશે.તેમજ ઓલા ઈલેક્ટ્રીક મહિલાઓ દ્વારા સંચાલિત થતી આ સૌથી મોટી ઈલેક્ટ્રીક ફેક્ટરી હશે. ઓલા ફ્યુચર ફેક્ટરી સંપુર્ણ ક્ષમતા સાથે ચાલી રહેલ છે. કંપની દ્વારા દર વર્ષે આશરે ૨૦ લાખ યુનિટ (Ola Electric) લોન્ચ કરવાની સંભાવના છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here