ઉત્તરાખંડમાં બાઘેશ્વર નામનું ગામ છે.અહીં લગભગ સો ટકા શુદ્ધ ગંગાજળ ઉપલબ્ધ છે,કેટલાક શ્રદ્ધાળુઓ બાઘેશ્વરથી ગંગાજળ લઈ રોજ ચાલીને કેદારનાથ જાય છે,ત્યાં કેદારનાથ શિવની પૂજા કરે છે,બાઘેશ્વરથી કેદારનાથ 62Km.છે,ચાલીને જવાની આટલી બધી શક્તિ આ લોકોમાં ક્યાંથી આવી હશે !? ,એવો વિચાર ચૌદ વર્ષની એક બંગાળી ટીનેજરને આવ્યો.એને વિજ્ઞાનમાં બહુ રસ,એણે તપાસ કરી કે કઈ શક્તિ આ લોકોને રોજ નિયમિત 62km.ની પદયાત્રા કરવાની શક્તિ આપે છે !? ,આ બાળાનું નામ અન્વેષા રૉય.
એક દિવસ એણે આ શ્રદ્ધાળુઓ સાથે થોડેક સુધી ચાલવાનો પ્રયોગ કરી જોયો.એણે જોયું કે આ લોકો ચોક્કસ સ્વર-લયમાં ઓમકારનું ગાન કરે છે.એણે પોતાના ઘરમાં પરોઢિયે વહેલા ઊઠીને ઓમકારનું સસ્વર ગાયન શરૂ કર્યું.આ પ્રયોગ વિશે એણે પોતાના ફેમિલી ડૉક્ટરને વાત કરી રાખી હતી.થોડા દિવસ પછી એણે જોયું કે નિયમિત ઓમકારના ગાનથી એની ચુસ્તી-સ્ફૂર્તિમાં વધારો થતો .અને એણે કેટલાક મેડિકલ ટેસ્ટ પણ કરાવ્યા.એ ટેસ્ટનાં પરિણામો આશ્ચર્યજનક આવ્યા.દેશના એક પ્રતિષ્ઠિત અંગ્રેજી અખબારે આ સમાચાર સારી રીતે પ્રગટ કર્યા.એ સમાચારનો સાર એટલો કે ૐ નું સસ્વર ગાન લોહીમાં ઓક્સિજનનો પુરવઠો અને જરૂરી હોર્મોન્સનો સ્ત્રાવ વધારે છે.
પહેલો પ્રસંગ મેગાસ્ટાર અમિતાભનો જોઈએ.૧૯૮૩માં કૂલી ફિલ્મમાં એક્શન દ્રશ્ય દરમિયાન એને ઈજા થવાના કારણે એની સારવારના એક ભાગરૂપે એના ગળામાં છિદ્ર પાડીને ખોરાક વગેરે અપાતા હતાં.સાજા થઈને અમિતાભ બહાર આવ્યા ત્યારે ઊંડા શ્વાસ લઈ શકતા નહોતા.કેટલેક અંશે દમ જેવું લાગતું હતું.સંગીતકાર કલ્યાણજીભાઈએ એને પ્રાતઃકાળે સસ્વર ૐ-ઓમકાર કરવાની સલાહ આપી હતી.ત્યારબાદ આજે અમિતાભ બચ્ચન સહેલાઈથી ઊંડા શ્વાસ લઈ શકે છે.
બીજો પ્રસંગ એક શીખ બાળકનો હતો.એણે એક ટીવી ચેનલની સંગીત સ્પર્ધામાં ભાગ લીધો હતો.જજના સ્થાને બિરાજેલાં પાર્શ્વગાયિકા આશા ભોંસલેએ એને સમજાવ્યું હતું કે તું સરસ ગાય છે.તારો અવાજ ખુબ સુંદર અને મધુર છે.પરંતુ તારો શ્વાસ લાંબો ટકતો નથી.તું રોજ સવારે ૐ-ઓમકાર કરતો જા. વૈજ્ઞાનિક રીતે પણ પુરવાર થયું છે કે સસ્વર ઓમકાર લોહીમાં ઓક્સિજન વધારે છે.અને ઓમકારથી શરીરને પોષક હોય એવાં હોર્મોન્સ વધુ ઝરે છે.
અત્યારે કોરોના કાળમાં આ પ્રયોગ ઘણો ઉપયોગી સાબિત થઈ શકે.ઓમકારથી શ્વાસ ઊંડા થાય છે.અને ચુસ્તી-સ્ફૂર્તિ વધે છે.સરળ શબ્દોમાં સસ્વર એટલે શું એ સમજો.કુદરતે દરેકને ગળામાં ચોક્કસ ધ્વનિ આપેલો છે.જે સ્વરથી તમે કોઈ ગીત સહેલાઈ ગાઇ શકતા હો એ તમારો ષડ્જ એટલે કે સા.. ગણાય.રોજ સવારે તમારા ષડ્જને યાદ રાખીને ‘સા’ને બદલે ઓમકાર ગાઓ. ગળુ તાણવાની જરૂર નથી.કુદરતી રીતે તમારો શ્વાસ જેટલો ટકે ત્યાં સુધી ઓમકાર ગાઓ.પછી સહેજ અટકીને શ્વાસ લીધા બાદ બીજીવાર ૐ.. ગાઓ.એ પછી ત્રીજીવાર.આમ દસથી પંદર મિનિટ ગાઓ .પછી અનુભવો તેનો અદ્ભૂત ચમત્કાર થશે,ૐ નમ: શિવાય.
સંગીત જાણનારા લોકો હાર્મોનિયમની સહાય લઈ શકે.સાથોસાથ કોઈ રાગના આરોહ-અવરોહમાં ઓમકાર ગાઈ શકાય.તમને યાદ હશે,થોડા સમય પહેલાં અમેરિકાની નાસા સંસ્થાએ જાહેર કરેલું કે સૂર્યના કિરણોમાં સૂક્ષ્મતમ રીતે ૐ-ઓમકારનો ધ્વનિ પ્રગટે છે.સૃષ્ટિનું સર્જન જે વિસ્ફોટ (બીગ બેંગ)થી થયું એ વિસ્ફોટનો ધ્વનિ પણ ૐ-ઓમકાર હતો એવું વિજ્ઞાનીઓ માનતા થયા છે.એટલે કે ઓમકાર વૈશ્વિક ચેતના છે.એની સાધના કરવાથી તમે આપોઆપ સાજાસારા અને સ્વસ્થ રહી શકો છો.શરૂઆત પાંચ મિનિટથી કરો.પંદર મિનિટ સુધી પહોંચો તો પૂરતું છે.દિવસ આખો સરસ થશે.