૧૫ ઓગસ્ટ ૨૦૨૧ થી ચેક ના નવા નિયમો લાગુ |New RBI Check POLICY

0
249
Check RBI Policy

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા 15 ઓગસ્ટથી ‘પોઝિટિવ પે સિસ્ટમ’ ફરજિયાત રીતે અમલમાં મૂકવા જઈ રહી છે. આરબીઆઈ (Reserve Bank of India – RBI) દ્વારા ચેક દ્વારા ચુકવણીમાં છેતરપિંડી રોકવા માટે RBI એ ‘પોઝિટિવ પે સિસ્ટમ’ રજૂ કરવામાં આવી હતી. તેનો અમલ 1 જાન્યુઆરી 2021 થી કરવામાં આવ્યો હતો, પરંતુ હવે તેને 15 ઓગસ્ટથી ફરજિયાત રીતે લાગુ કરી કરવામાં આવશે. જેને લઈને ઇન્ડિયન બેંકે (Indian Bank) તેના ગ્રાહકોને આ અંગે એલર્ટ મોકલવાનું શરૂ કર્યું છે. બેંકો તેમના ગ્રાહકોને સંદેશ આપી રહી છે કે 15 ઓગસ્ટ 2021 થી 2 લાખ કે તેથી વધુના ચેક પર પોઝિટિવ પે સિસ્ટમ (Positive Pay System- PPS) લાગુ કરવામાં આવશે.

તમને પણ જણાવી દઈએ કે, પોઝિટિવ પે સિસ્ટમ એસબીઆઈ (State Bank Of India- SBI) અને બેંક ઓફ બરોડા (Bank Of Baroda- BOB) માં ફરજીયાત પણે લાગુ થઇ ચુકી છે. તમને એ પણ જણાવી દઈએ કે, નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (National Payments Corporation of India- NPCI) એ આ પોઝિટિવ પે સિસ્ટમ તૈયાર કરી છે.

આ સિસ્ટમ હેઠળ, મોટી રકમના ટ્રાન્ઝેક્શન કરતા ગ્રાહકોએ તેમના ચેક વિશેની કેટલીક મહત્વની માહિતી બેંકને આપવી પડશે. ત્યાર પછી, આ ચેકોની ચુકવણી કરતી વખતે આ વિગતોની તપાસ કરવામાં આવશે. જો કોઈ આપેલ વિગતો મળી નથી, તો આવી સ્થિતિમાં ચેકની ચુકવણી બંધ કરવામાં આવશે. ગ્રાહકોએ આ વિગતોમાં તેમનો એકાઉન્ટ નંબર, ચેક નંબર, ચેક ઇશ્યૂની તારીખ, ટ્રાન્ઝેક્શન કોડ, MICR કોડ આપવો પડશે.

આ વિગતો ચેક ક્લિયરિંગમાં મોકલવાના 24 કલાક પહેલા શેર કરવાની રહેશે. બેંક ગ્રાહકો આ વિગતો બેકની વેબસાઈટ, ઈન્ટરનેટ બેંકિંગ અને મોબાઈલ બેંકિંગ દ્વારા અથવા હોમ બ્રાન્ચની મુલાકાત લઈને આપી શકે છે. RBI એ વારંવાર ચેક ફ્રોડના કેસને જોતા પોઝિટિવ પે સિસ્ટમ જારી કરી હતી. RBI એ બેંકોને કહ્યું છે કે રૂ. 50,000 થી વધુના ચેક જારી કરે તેવા તમામ ખાતાધારકો માટે આ સુવિધા લાગુ કરવામાં આવે.

RBI એ બેંકોને મુક્તિ આપી હતી કે તેઓ તેમના વતી 5 લાખ કે તેથી વધુ રકમ માટે આ સુવિધાને ફરજિયાત બનાવી શકે છે. આરબીઆઈની માર્ગદર્શિકા અનુસાર, ઇન્ડિયન બેંકે ચેક દ્વારા 2 લાખ કે તેથી વધુની ચુકવણી પર આ સુવિધા લાગુ કરી કરી દીધી છે.

RBI એ હાલમાં જ નેશનલ ઓટોમેટેડ ક્લિયરિંગ હાઉસ (National Automated Clearing House- NACH) ના નિયમોમાં ફેરફાર કર્યો છે. આ ફેરફારો 1 ઓગસ્ટ, 2021 થી લાગુ કરવામાં આવ્યો છે. એટલે કે, હવે તમારે તમારા પગાર અથવા પેન્શન માટે કામના દિવસો સુધી રાહ જોવી પડશે નહીં. તમને આ સેવાઓ સમગ્ર સપ્તાહ દરમિયાન પગાર અથવા પેન્શન મળશે. એટલે કે, રજાના દિવસે પણ તમને પગાર અથવા પેન્શન મળશે. કંપનીઓ 24 કલાક, કોઈપણ સમયે પગાર ટ્રાન્સફર કરી શકાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here