Saturday, March 15, 2025
Google search engine
HomeDharmikસોમનાથ મંદિરની નીચે 3 માળની ઈમારત મળી આવી | Somnath Mandir Gujarat

સોમનાથ મંદિરની નીચે 3 માળની ઈમારત મળી આવી | Somnath Mandir Gujarat

બાર જ્યોતિર્લિંગ માં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સ્થળ નીચે ભૂગર્ભમાં ત્રણ માળનું એલ આકારનું બાંધકામ હોવાનું સંશોધન દ્વારા બહાર આવ્યું છે. આ અંગે સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી એવા જીવણ પરમારે જણાવ્યું હતું કે આઈ.આઈ.ટી ની ટીમ ગાંધીનગરને આ અંગેની કામગીરી સોંપાઈ હતી.

વર્ષ ૨૦૧૭માં સોમનાથના ટ્રસ્ટી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિલ્હી ખાતેના નિવાસસ્થાને યોજાયેલી બેઠકમાં સોમનાથ મંદિરમાં પુરાતત્ત્વનો અભ્યાસ કરવાનું સૂચન વડાપ્રધાન મોદીએ કર્યું હતું.

ભારતીય પુરાતત્વ વિભાગ આઈ.આઈ.ટી ટીમ ગાંધીનગર દ્વારા અને ૪ સહયોગી સંસ્થાના આર્કિયોલોજીના નિષ્ણાતોની ટીમ સોમનાથ આવી હતી. જ્યા સોમનાથ અને પ્રભાસ પાટણમાં કુલ ૪ સ્થળે આ ટીમે જીપીઆર ઇન્વેસ્ટિગેશન કર્યું હતું,

જેમાં ગૌલોકધામ, સોમનાથ મંદિરના દિગ્વિજય દ્વાર તરીકે ઓળખાતા મેઇન ગેટ અને સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યૂ આસપાસના સ્થળે બૌદ્ધ ગુફાનો સમાવેશ થાય છે, જેનો ૩૨ પાનાંનો રિપોર્ટ નકશા સાથે સોમનાથ ટ્રસ્ટને સોંપવામાં આવ્યો છે.

મંદિરના ટ્રસ્ટી દ્વારા વઘુમાં જણાવ્યું હતું કે, આ રિપોર્ટ પ્રમાણે પ્રભાસ પાટણના સોમનાથ હસ્તકના ગૌલોકધામમાં આવેલા ગીતામંદિરના આગળના ભાગમાં નદીના કાંઠે થયેલા સર્વેમાં ભૂગર્ભમાં પાકું બાંધકામ હોવાનું જણાયું છે. મંદિરના દિગ્વિજય દ્વારથી સરદાર પટેલના સ્ટેચ્યૂ પાસે અગાઉ જૂનો કોઠાર ના નામથી ઓળખાતું બાંધકામ હતું, જે દૂર કરવામાં આવ્યું હતું 

જ્યા સંશોધન દ્વારા ભૂગર્ભમાં ૩ માળનું મકાન હોવાનું માલૂમ પડ્યુ છે, જેમાં એક માળ અઢી મીટર, બીજાે માળ ૫ મીટર અને ત્રીજાે માળ સાડાસાત મીટરની ઊંડાઇએ આવેલો છે. જ્યારે સોમનાથમાં અત્યારે યાત્રિકોની સિક્યોરિટી તપાસ થાય છે એ સ્થળે પણ ભૂગર્ભમાં એલઆકારનું બાંધકામ હોવાનું જણાયું છે.

ઈન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ટેક્નોલોજી, ગાંધીનગરના નિષ્ણાતોએ આશરે ૫ કરોડની કિંમતનાં મોટાં મશીનો સાથે પ્રભાસ પાટણ આવી સોમનાથમાં એક દિવસ રાત્રિ રોકાણ કરી સાઇડ લે આઉટ પ્લાન તૈયાર કરી સરવે કરી જે સ્થળોએ ૨ મીટરથી ૧૨ મીટર સુધી જીપીઆર ઇન્વેસ્ટિગેશન દ્વારા જમીનની અંદર વાઇબ્રેશન આવે એના પરથી નિષ્ણાત પોતાનો અભિપ્રાય આપી રિપોર્ટ તૈયાર કરે છે.

વઘુમાં જણાવ્યું હતું કે, સ્કંદ પુરાણમાં ૧૪૦૦ વર્ષ પૂર્વે પ્રભાસપાટણની શું સ્થિતિ હતી એ અંગે ૮૦૦૦ શ્લોકમાં માપ સહીત વિગતો આપી છે, જો આ દીશામાં આગળ વઘવામાં આવે અને જાે કોઇ યુનિવર્સિટી આ પ્રોજેકટ ને હાથ ઘરે તો પ્રભાસ પાટણનો ભવ્ય ઇતિહાસ સામે આવી શકે છે. જાે કે આઇ.આઇ.ટી ના વર્ષ ૨૦૧૭ રીપોર્ટ બાદ આજે ચાર વર્ષ જેવો સમય વીતી ગયો છે

પરંતુ સોમનાથ ટ્રસ્ટ દ્વારા આ રીપોર્ટ અનુસંઘાને કોઇ કાર્યવાહી હાથ ઘરવામાં આવી નથી.  Jay Somnath

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

Technology A

error: Content is protected !!