ભાવનગર યુવરાજ ગુસ્સે થઈ મેદાને આવ્યા ! કહ્યુ સત્તા મજા માણવા નહિ લોકોના કામ કરવા મળી છે

0
825
jaiveerraj-singh-yuvraj-bhavnagar

દિવસે ને દિવસે કોરોના નું સંક્રમણ વધી રહ્યું છે .અને તેની સામે સરકાર બેસહાય હોઈ તેવુ દેખાય રહ્યું છે . વધતા જતા કેસો બાબતે સરકાર પાસે કોઈ વ્યવસ્થા કે પ્લાનિંગ નથી દેખાઈ રહી. સંક્રમણ ના દર્દીઓ વધતા હોસ્પિટલ પાસે ક્યારેક બેડ નથી હોતા અથવા ઓક્સીઝન નો જત્થો ખૂટી જાય છે .તો ક્યારેક ઈન્જેકસન નથી મળ્યા . તો ક્યારેક દર્દીઓ ને જમીન પર સારવાર લેવી પડે છે .અને મૃત દેહોની અંતિમ વિધિ માટે કલાકો સુધી લાઈન માં ઉભું રહેવું પડે છે. આ તમામ વ્યવસ્થામાં સરકાર નબળી કામગીરી જોઈ ભાવનગર ના યુવરાજ જયવીરરાજ સિંહ મેદાને આવ્યા છે.

કોરોના કાળમાં સરકાર અને અધિકારીઓ સામે યુવરાજે નારાજગી વ્યક્ત કરી છે. ભાવનગર સિવિલ હોસ્પીટલમાં કોરોના દર્દીઓ ની દયનીય સ્થિતિના કેટલાક વીડિઓ અને ફોટા વાયરલ થયા હતા. તેને જોઈ ભાવનગર યુવરાજે પોતાનો રોસ વ્યક્ત કર્યો છે .

જેમ પહેલા ના જમાનામાં રાજાઓ પોતાની પ્રજાને હેરાન થતી જોઈ તેમની ભલાઈ માટે મેદાને આવી જતા હતા. તેમ ભાવનગર યુવરાજ પણ પોતાની જનતા ની પરેશાની જોઈ વ્યથિત થયા છે. તેમજ સરકાર ,રાજકીય પક્ષો અને સરકારી અધિકારીઓ સામે સવાલ ઉઠાવ્યો છે. નબળી કામગીરી , વ્યવસ્થાના અભાવે સરકાર ને ખખડાવી નાખી છે . તેમજ સરકાર સામે લાલ આંખ કરી છે.

યુવરાજે તેમ પણ કહ્યું કે જો તમે તમારી જવાબદારી નો નિભાવી શકતા હો તો માફી માંગો અને રાજીનામું આપી દો. ધારાસભ્યો ખરીદવા બાબતે તેમને કહ્યું કે રાજકીય પક્ષો ધારાસભ્યો ખરીદવા જ નાણાકીય ફંડ લાવે છે અને વેપાર કરે છે. જો આ ફંડ સંક્રમણ દર્દીઓની સારવાર અને વ્યવસ્થા પાછળ ખર્ચ કરવા ની સલાહ આપી રાજકીય પાર્ટી ને ટકોર કરી છે. આ ઉપરાંત તેમને કહ્યું કે સત્તા મજા માણવા માટે નહિ લોકોના કામ કરવા માટે મળી છે . યુવરાજ ના આ સત્ય કડવા વેણના કારણે સરકાર અને સરકારી અધિકારીઓ માં ફફડાટ ફેલાય ગયો છે .

જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા ભાવનગર ની સિવિલ હોસ્પિટલમાં એક કોરોના સંક્રમિત દર્દીનો ખરાબ હાલત નો વીડિઓ વાયરલ થયો હતો . જેમાં સ્પષ્ટ દેખાઈ આવતું હતું કે હોસ્પિટલ માં સદંતર વ્યવસ્થાનો અભાવ છે. દર્દીઓને બેડ ની જગ્યાએ જમીન પર સુવડાવી સારવાર કરવામાં આવી રહી હતી. આ વીડિઓ જોઈ ભાવનગર યુવરાજ જયવીરરાજ સિહે સોશિયલ મીડિયા ના માધ્યમ થી પોતાનો ગુસ્સો અને નારાજગી વ્યત કરી હતી .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here