HomeDharmikગરુડ પુરાણ - શ્રી કૃષ્ણ કથા અનુશાર માંસાહાર પાપ કે પુણ્ય ?...

ગરુડ પુરાણ – શ્રી કૃષ્ણ કથા અનુશાર માંસાહાર પાપ કે પુણ્ય ? | Garud Puran Krishn Katha

ભોજન માં શું ખવાય અને શું ન ખવાય એ દરેક વ્યક્તિ નો પોતાનો અંગત ફેંસલો હોય છે ।પરંતુ હિન્દૂ ધર્મ અમુક લોકો  માંસાહાર ને નિષેધ માને છે । તેમજ અમુક લોકો માંસાહાર ને માન્યતા આપતા હોઈ તેવું પણ જોવા મળે છે । પરંતુ કોઈ પણ વાત ને આંખો બંધ કરી માની લેવી તે બુદ્ધિમાન વ્યક્તિ નું લક્ષણ નથી ।

તો ચાલો જાણીયે હિન્દૂ ધર્મ માં માંસાહાર તેમજ શાકાહાર ભોજન માં કયુ ભોજન ઉત્તમ માનવામાં આવ્યું છે । હિન્દૂ ધર્મ માં માસ ખાવાની મનાય છે કે નહિ તે બાબત માં ઘણા બધા લોકો ના મન માં ભ્રમ છે અને તેનુ કારણ ઘણા બધા લોકો માં વેદોમાં  નિસહાય જોવા માં આવતી શંકા છે । તેથી તે સમજે  છે કે પશુ બલી અને માંસાહાર નું પ્રમાણ ગ્રંથો માં જોવા મળે છે ।

પરંતુ મિત્રો આ અર્ધ સત્ય થી વધારે કાંઈજ નથી । વેદ અને પુરાણો હિન્દૂ ધર્મ ના મુખ્ય ગ્રંથો છે વેદોનો સાર ઉપનિષદ અને ઉપનિષદ નો સાર ભાગવત ગીતા છે વેદો માં પશુ હત્યા ને પાપ ગણવામાં આવ્યું છે અને માંસ ખાવા ના સબંધ માં સ્પષ્ટ મનાય કરવામાં આવી  છે ।

યજુર્વેદમાં કહેવાયું છે મનુષ્ય એ પરમાત્માની બધી રચનાને પોતાના આત્મા ને તુલ્ય માનવી જોઈએ । જેવી રીતે પોતાનું હિત જોવે છે તે તેવીજ રીતે તેને બીજા પશુ પ્રાણીઓ નું પણ હીત  જોવું જોઈએ ।

બીજી બાજુ અથર્વવેદમાં પણ કહેવાયું છે કે હે મનુષ્ય એ ચોખા ,ઘવ, દાળ વગેરે પદાર્થ ને આહારના રૂપે ગ્રહણ કરે એ જ ઉત્તમ ભોજન છે । તમે ક્યારેય પણ નર અથવા માદા સાથે હિંસા ના કરો । તો બીજી બાજુ ઋગ્વેદ માં કહેવાયું છે કે ગાય જગત ની માતા છે તેની રક્ષામાં જ સમાજ ની પ્રગતિ અને ઉન્નતી છે | મનુષ્યે તેમની સમાન બધાની રક્ષા કરવી જોઈએ ।

ગીતા મા માંસ ખાવા અને નહિ ખાવા ના ઉલ્લેખમા અન્નને ત્રણ શ્રેણીમાં વિભાજીત કરવામાં આવ્યું છે જે છે સત્વ ગુણ ,રાજો ગુણ અને તમો ગૂણ । ગીતા અનુસારે અન્ન થી જ વિચાર અને મન બને છે જે મનુષ્ય સાત્વિક ભોજન ગ્રહણ કરે છે તેના વિચારો પણ સાત્વિક હોઈ છે| માંસ અને મદિરા જેવી વસ્તુ ને તામસિક ભોજન ગણવામાં આવે છે આવું ભોજન કરવા વાળા વ્યક્તિઓ હંમેશા કુકર્મ ,આળસુ ,રોગી અને  દુઃખી હોઈ છે |

ગીતા ના અનુસરે સાત્વિક આહાર આયુષ્ય વધારવા વાળો , મન ને શુદ્ધ કરવા વાળો , બુદ્ધિ  અને સ્વાસ્થ્ય  ને તૃપ્તિ પ્રદાન કરવા વાળો હોઈ છે , જયારે આજ શાકાહારી ખોરાક વધારે પડતો ખાટો  અને મસાલા વાળો બનાવામાં આવે છે ત્યારે તે રાજસિ આહાર બની જાય છે । અને રાજસી આહાર દુઃખ શોક અને રોગ ઉત્પન્ન કરે છે ।

આવીજ રીતે ગરુડ પુરાણ માં ભગવાન શ્રી કૃષ્ણ સાથે જોડાયેલી એક કથાનું વર્ણન જોવા મળે છે ।

ગરુડ પુરાણ કથા અનુસારે બાળપણ માં શ્રી કૃષ્ણ યમુના નદી કિનારે એક વૃક્ષ ની નીચે બેસી વાંસળી વગાડતા હતા ત્યારેજ એક હરણ ત્યાં આવે છે અને તેમની પાસળ સંતાય જાય છે, તેમજ તે ખુબજ ગભરાયેલું જણાય છે , ત્યારે શ્રી કૃષ્ણ એ તેના માથા પર હાથ ફેરવતા હરણ ને પૂછ્યું શું વાત છે, તું આટલું બધું કેમ ડરેલું છે ત્યારેજ એક શિકારી ત્યાં આવી ચઢે છે અને કહે છે કે આ મારો શિકાર છે કૃપા કરી તે મને આપી દો ,ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ એ શિકારી ને કહ્યું, દરેક પ્રાણીના જીવન પર સૌથી પહેલા અધિકાર તેમનો હોઈ છે |

આ સાંભળી શિકારી ને ક્રોધ આવી જાય છે તેને ગુસ્સા સાથે કહ્યું આ અમારો શિકાર છે તેને હું મારી અને પકાવી ને ખાઈશ ,તમે મને જ્ઞાન નહિ આપો તેના વિષય માં ભગવાન શ્રી કૃષ્ણ ફરીથી કહે છે કોઈ પણ જીવ ને મારી ને ખાવો તે પાપ છે અને શું તું પાપ  નો ભાગીદાર બનવા માંગે છે માંસાહાર પુણ્ય છે કે પાપ શું તું નથી જાણતો ?

ત્યારે શિકારી કહે છે હું તમારી જેવો જ્ઞાની નથી હું શું જાણું માંસાહાર પુણ્ય છે કે પછી પાપ ,હું તો બસ એટલું જાણું છું કે જો હું શિકાર નહિ કરું તો મને ખાવાનું નહિ મળે । હું આ હરણ ને જીવ બંધંન માંથી મુક્ત કરીને પુણ્ય તો કમાવ છું તો પછી તમે સા માટે મને આ પુણ્ય કમાવા ની ના કહો છો,જ્યાં સુધી મેં સાંભળીયુ છે કે જીવ હત્યા તો શાસ્ત્રો મા પણ ઉચિત ગણવામાં આવી છે । જેવી રીતે રાજા પણ શિકાર કરે છે ,તો શું આ પાપ નો ટોપલો ફક્ત મારી જેવા નિર્ધન લોકો માટે જ છે । આવા તમામ તર્ક વિતર્ક સાથે શિકારી એ ફરી શ્રી કૃષ્ણને પૂછ્યું કે હવે તમેજ કહો કે માંસાહાર પુણ્ય છે કે પાપ |

શિકારી ના મુખે થી આવી વાતો સાંભળી ને ભગવાન શ્રી કૃષ્ણ સમજી ગયા કે તેની બુદ્ધિ માસ ખાવા ના કારણે તામસી અને ભ્રષ્ટ થઈ ગઈ છે ,અને તેને વિચારવાની અને સમજવાની શક્તિ પણ ખોઈ દીધી  છે । પછી ભગવાન શ્રી કૃષ્ણ બોલિયાં હું તને એક કથા સંભળાવું  છું જેને સાંભળ્યા પછી તુ જ બતાવજે કે માંસાહાર પુણ્ય છે કે પાપ ।

    માંસાહાર ગરુડ પુરાણ કથા

ભગવાન શ્રી કૃષ્ણ એ પોતાની કથા ની શરૂઆત કરી કે સંભાળ એક વાર મગધ રાજમાં માં દુષ્કાળ ના સમયે અનાજ નું ઉત્પાદન ઓછું થયું હતું |રાજા ને ચિંતા થવા લાગી હતી કે જો હું આ સમસ્યા નું નિવારણ જલ્દી નહીં કરુ તો રાજ્ય માં સંગ્રહિત અનાજ પણ પૂરું થઈ જશે । અને રાજ્ય માં સંકટ વધારે ભીષણ બનશે, આ સમસ્યા માંથી બહાર આવવા માટે રાજા એ તરતજ રાજસભા બોલાવી અને બધા મંત્રી ઓ ને પૂછ્યું કે રાજ્ય ની આ ખાદ્ય સમસ્યાને ઉકેલવા માટે સૌથી સસ્તી વસ્તુ કઈ  છે । આ સાંભળી બધાજ મંત્રી વિચારવા લાગ્યા કે ઘવ , ચોખા અને બીજા ફળ ફલાદિ ઉગાડવા માટે તો વધારે સમય અને પરિશ્રમ કરો પડે એટલે એવા મા તો કોઈ પણ વસ્તુ સસ્તી નહિ મળે |

ત્યારે શિકાર નો શોખ રાખવાવાળા એક મંત્રી એ ઉભા થઈ અને મહારાજ ને કહ્યું કે મહારાજ મારા વિચાર માં તો સૌથી સસ્તો ખોરાક માંસ છે તેના માટે ધન પણ ખર્ચ નહિ કરવું પડે અને પૌષ્ટિક આહાર પણ મળી રહશે । આ સાંભળી બધાજ મંત્રીઓ એ આ વાત નું સમર્થન આપી દીધું । પરંતુ મગધ ના પ્રધાન મંત્રી હજુ ચૂપ બેઠા હતા । આ જોઈ રાજા એ પ્રધાન મંત્રી ને પૂછ્યું કે તમે ચૂપ કેમ છો । તમે તમારા વિચારો કેમ રજુ નથી કરતા ? તમારો મંતવ્ય શું છે તે જણાવો ।

ત્યાર પ્રધાન મંત્રીએ કહ્યું કે હું નથી માનતો કે માંસ સૌથી સસ્તો ખોરાક છે ,અને મહારાજ હું મારા આ વિચારો કાલે સવારે રજૂ કરવા માંગુ છુ  । રાજા એ કહ્યું ઠીક છે

પ્રધાન મંત્રી એજ રાત્રે માંસાહાર નો પ્રસ્તાવ રાખવાવાળા મંત્રી ને ઘરે જાય છે । જે મંત્રી એ આ પ્રસ્તાવ રાખ્યો હતો તે મંત્રી આટલી મોડી રાત્રે પ્રધાન મંત્રી ને આવતા જોઈ ગભરાઈ જાય છે |  મંત્રી ને લાગે છે કે તેનું કોઈ દુષ્ટ કાર્ય પકડાઈ ગયું હશે । પરંતુ પ્રધાન મંત્રી એ આવી ને કહ્યું કે સંધ્યા સમયે મહારાજ બીમાર પડી ગયા અને તેમની હાલત ખુબજ ક ખરાબ છે  માટે રાજ વૈદ્યે કહ્યું છે કે કોઈ શક્તિશાળી દેહ નું બે તોલા માંસ મળી જય તો રાજાને બચાવી સકાય છે|

અને તમે મહારાજ ની ખુબજ નજીક છો અને શક્તીશાળી છો, એટલા માટે તમે જે કઈ મૂલ્ય લેવા માંગો તે તમે લઇ શકો છો ,અને જો તમે કહો તો હું તમને આ કામ માટે એક લાખ સુવર્ણ મુદ્રા પણ આપી શકુ છુ ,તેના શિવાય એક મોટો મહેલ પણ તમારા નામે કરી આપવામાં આવશે ,બસ તમે ફક્ત બે તોલા માંસ આપો, અને હા કહી દો એટલે કટાર થી હું તમારા હૃદય ની ચીરી ને ફક્ત બે તોલા માસ કાઢી લવ । આ સાંભળીને તે મંત્રી ના ચહેરા નો રંગ ઉડી ગયો અને વિચારવા લાગ્યો કે જયારે જીવનજ નહિ રહે ત્યારે લાખો સુવર્ણ મુદ્રા અને મહેલ શું કામના અને તે ઝડપ થી પોતાના કક્ષ માં જાય છે અને પોતાની તિજોરી માંથી એક લાખ સુવર્ણ મુદ્રા લઇ ને બહાર આવે છે ।

મુદ્રા પ્રધાન મંત્રી ને આપતા સમયે બે બાંકડા સ્વરે બોલે છે કે મહાશય હું તમારી એક લાખ સુવર્ણ મુદ્રામાં મારી એક લાખ સુવર્ણ મુદ્રા ભેળવુ છુ । તમે આ પૈસા થી તમે કોઈ બીજી વ્યક્તિનું માંસ ખરીદી લ્યો પરંતુ મને જવા દયો । મારી તમને બે હાથ જોડી  વિનંતી છે કે આ વાત બીજા કોઈ ને જાણ ના કરશો । પછી પ્રધાન મંત્રી એ આગળ કહ્યું કે મંત્રીજી તમે શરીર થી સ્વસ્થ છો અને તમારું કદ પણ મહારાજ સાથે મેળ ખાય છે માટે રાજવૈદ્ય એ તમારું નામ લઇ કીધેલું  છે ।

તમારા એક દાન થી આપણા  રાજાનું જીવન બચી શકે છે । જો તમે માની જાવ તો હું તમને પ્રધાન મંત્રી નું પદ પણ આપવા રાજી શું ,અને જીવન ભર તમારો કર્મચારી બનીને રહીશ । પોતાને ફસાતા જોઈ મંત્રી એ પ્રધાન મંત્રી ને કહ્યું કે જયારે મારા પ્રાણ જ નહિ બચે તો પૈસા અને પ્રધાન મંત્રી બની ને હું શું કરીશ । જો તમે ઈચ્છો તો મારુ બધુજ લઇ લો પણ મને છોડી દો ।

એટલું કહી  મંત્રી પોતાના ઘોડા ઉપર બેસી જાય છે । અને તે જવાની કોશિશ કરે છે ત્યારે જ પ્રધાન મંત્રી એ તેના ઘોડાની લગામ પકડી અને કહ્યું કે તમારે ભાગવાની કોઈજ જરૂર નથી તમે આરામથીજ તમારા મહેલ માં રહો । હું બીજી કોઈ જગ્યા એ જઈ  પ્રયાસ કરું છું આમ કહી ને પ્રધાન મંત્રી ત્યાંથી જતા રહે છે  ।

ત્યાર પછી પ્રધાન મંત્રી મુદ્રા લઈ વારાફરતી બધાજ મંત્રીઓ ના ઘરે જાય છે ।અને બધાજ મંત્રીઓ પાસે રાજા ના સ્વાસ્થ્ય માટે તેમના હૃદય નું બે તોલા માસ માંગે છે  પરંતુ કોઈ મંત્રી તે આપવા માટે રાજી ન થયા । બધાયે પોતાના બચાવ માટે પ્રધાન મંત્રી ને એક લાખ થી લઈ અને પાંચ લાખ સુધી સુવર્ણ મુદ્રાઓ આપી । આવીજ રીતે પ્રધાન મંત્રી એ એકજ રાત્રી માં એક કરોડ જેટલી સુવર્ણ મુદ્રાઓ ભેગી કરી લીધી । અને સવાર થતા પહેલાજ પોતાના મહેલે પહોંચી ગયા ।

તેમજ  બધાજ મંત્રી વહેલી સવારે મહેલ માં પહોંચી ગયા । બધા મંત્રી એજ વિચાર માં હતા કે રાજા નું સ્વાસ્થ્ય હવે કેવું છે ,પરંતુ કોઈ મંત્રી બીજા મંત્રી ને એક બીજાની વાત નથી કરતા  । થોડાજ સમય માં રાજા પોતાના જ અંદાજ માં રાજભવન માં પધારે છે । અને સિંહાસન પર આવીને બેસી જાય છે । બધાજ મંત્રીઓ એ જોયું તો રાજા કોઈ પણ પ્રકારે અસ્વસ્થ્ય નહોતા જણાતા ,પરંતુ પ્રધાન મંત્રી એ તેમને જૂઠું કહ્યું । દરેક મંત્રી ના મન માં એકજ  વિચાર ચાલતો હતો ।

ત્યારે જ પ્રધાન મંત્રી એ આવી રાજા ની સમક્ષ એક કરોડ જેટલી સુવર્ણ મુદ્રાઓ મૂકી । રાજા એ પુછીયુ આ સુવર્ણ મુદ્રાઓ કોની છે અને ક્યાંથી આવી છે ત્યારે પ્રધાન મંત્રી એ જવાબ આપતા કહ્યું કે હે મહારાજ મેં બે તોલા માસ માટે આટલી ધન રાશિ ભેગી કરી છે સતા પણ માંસ ના મળ્યું । પોતાનો જીવ બચાવવા માટે મંત્રી ઓ એ સુવર્ણ મુદ્રા આપી છે હવે તમેજ કહો કે માસ સસ્તુ છે કે પછી મોંઘુ । રાજાને પ્રધાન મંત્રી ની વાત સમજાય ગઈ |

રાજા એ તુરંતજ પ્રજાને વધારે પરિશ્રમ કરવાની સલાહ આપી અને રાજકીય અનાજ ભંડાર માંથી અનાજ આપી તેમની સહાય કરી ,અને પૌષ્ટિક ખેતી કરવાનો આદેશ આપ્યો ,અને જળ સિંચાઈ ની વ્યવસ્થા પણ કરવામાં આવી ,આ એક કરોડ જેટલી સુવર્ણ મુદ્રા એજ કાર્ય માટે અને શ્રમિકોના કલ્યાણ માટે ખર્ચ કરવામાં આવી । દરેક શ્રમિકોના અનાજ તેમજ ફળ – ફલાદિ ઝડપ થી ઉગવા લાગ્યા અને રાજ્ય ભંડાર પણ પહેલા ની જેમ ભરાય ગયો અને રાજ્ય નું ખાદ્ય સંકટ પણ દૂર થઈ  ગયું ।

સ્વયં ભગવાન પાસેથી આ જ્ઞાન પ્રાપ્ત કરી ને શિકારી પરી પૂર્ણ થઈ  તેને જ્ઞાન ની પ્રાપ્તિ થઈ । તે જાણી ગયો હતો કે મહાનતા જીવન લેવા માં નહિ જીવન દેવામાં છે । શિકારીએ ભગવાન ની આગળ હાથ જોડિયા અને ત્યાંથી જતા સમયે તેને પ્રણ લીધો કે કે તેના સંપૂર્ણ જીવન દરમિયાન કોઈ ને પણ હિંસા અને હાનિ નહિ પહોંચાડે ।

મિત્રો આપણા જીવન નું આજ મૂલ્ય છે । ભગવાન શ્રી કૃષ્ણ આપણ ને આ કથા ના માધ્યમ થી સમજાવે છે કે આપણે એ ના ભૂલીએ કે જેવી રીતે આપણને પોતાનો જીવ વ્હાલો  છે તેવી જ રીતે બધાજ જીવો ને પોતાનો જીવ પ્રિય હોઈ છે । તો મિત્રો આ કથાને વાંચ્યા પછી તમારા ઉપર નિર્ભર કરે છે કે તમે કયો આહાર ગ્રહણ કરવા માંગો છો । વિજ્ઞાન પણ આ વાત ને પ્રમાણિત કરી ચુક્યું છે કે આપણા શરીર માટે માંસાહાર ની તુલના માં શાકાહાર ભોજન રોગ પ્રતિકારક શક્તિ વધારે  છે અને આપણું આયુષ્ય પણ વધારે  છે ।

પરંતુ આપણા બધાજ ગ્રંથોને ખોટા અર્થો માં પ્રચાર અને ખોટી રીતે થતી પશુબલિ ને કારણે ફેલાવામાં આવ્યો  છે । જ્યાં માણસ પોતાના સ્વાર્થ ખાતર બીજા જીવો ને તડપાવી તેની હત્યા કરી પોતાનું પેટ ભરે  છે | જયારે મનુષ્ય નો અંત સમય આવતા આવતા તે સારા કર્મો કરવાની કોસીસ કરે છે પરંતુ તે ભૂલી જાય છે કે જયારે તે જીવ આપણા માટે કપાયો અને  આપણા માટે તડપ્યો તેનો શ્રાપ આપણને આ જીવન માં જ નહિ પણ આવનારા જન્મોમાં પણ નથી છોડતો ।

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version