આપણા ગુજરાત રાજ્યમાં ઘણી એવી જગ્યાઓ આવેલી છે, જેનુ આગવુ મહત્વ છે. આ જગ્યાઓ નું મહત્વ અને પરચાઓ આજે પણ મળે છે. ઘણા ભક્તો આજે પણ માને છે કે આવી જગ્યાઓ ઉપર આજે પણ ઈશ્વરનો સાક્ષાત્કાર થાય છે. ત્યારે થોડા સમય પહેલા જ ગુજરાતની એક એવી જગ્યા ઉપર એક ચમત્કાર જોવા મળ્યો. જે ચમત્કારને નમસ્કાર કરવા માટે લોકોના ટોળા ઉમટી પડ્યા.
ગુજરાતના વઢવાણ તાલુકાના બલદાણા ગામની અંદર એક 800 વર્ષ જૂની વાવ આવેલી છે. આ વાવનું નામ હોલમાતા વાવ છે. આ વાવમાંથી એક અદભુત ચમત્કાર થયેલો જોવા મળ્યો. આ ઐતિહાસિક વાવમાંથી પાણી ભરેલ બેડલું ઈંઢોણી સાથે ત્રણ ચાર વર્ષે બહાર આવતા લોકોના ટોળા જોવા માટે ઉમટ્યા હતા.
આ વાવની અંદરથી આ રીતે બેડલું બહાર આવતા પૂજા કરવાની પણ પરંપરા છે. પરંપરા પ્રમાણે જયારે આ રીતે બેડલું બહાર આવે છે ત્યારે ગ્રામજનો ઢોલ નગારા લઈને બેડલું વધાવવા જાય છે. આ સાથે જ ગ્રામજનો નૈવેદ્ય અને મહાપ્રસાદ પણ લે છે. તમને જણાવી દઈએ કે વઢવાણ પંથકમાં 999 વાવ આવેલી છે અને દરેક વાવણી એક ઐતિહાસિક પરંપરા છે.
આ હોલવાવ 800 વર્ષ જુની છે. વાવ માંથી દર ત્રણથી ચાર વર્ષે વાવમાં પડી ગયેલા વાસણો પૈકી કોઇ પણ બેડુ કે અન્ય વાસણો આપોઆપ બહાર આવવાની પરંપરા છે. વાવ માંથી જયારે વાસણ બહાર આવે ત્યારે ગ્રામજનો તેને માતાજીની પ્રસાદી સમજે છે.
આ પહેલા 2018ની સાલમાં વૈશાખ સુદ પૂનમે આ વાવમાંથી ઈંઢોણી સાથેનું બેડુ બહાર આવ્યુ હતુ.આ અંગે બલદાણાના પૂર્વ સરપંચ અને ભૂવા ધીરૂભા અસવારે જણાવ્યુ કે, હોલ માતા એ અમારા ગામ દેવી છે. અને આજે પણ ગ્રામજનોને અપાર શ્રદ્ધા અને આસ્થા છે.કોઈ પણ દુષ્કાળના સમયમાં આ હોલમાતા વાવમાંથી પાણી ખૂટતુ નથી અને ગ્રામજનોને પાણી મળી રહે છે.
આ વાવનો એવો પણ ઇતિહાસ છે , જયારે વાવ બનાવામાં આવી ત્યારે વાવમાં પાણી ન આવતા , એક જયોતિષ ના કહેવાથી . કોઈ નવ દંપતી જો આ વાવમાં પોતાનુ બલિદાન આપે તો આ વાવમાં પાણી વર્ષો સુધી રહેશે . ત્યારે ત્યાના રાજ્કુવાર નવ દંપતીએ પોતાનું બલિદાન આપ્યુ હતું. અને આજે 800 વર્ષ થી ક્યારે પણ આ વાવ માં પાણી નથી સુકાયુ.