HomeLatestદુનિયા નો સૌથી સસ્તો સ્માર્ટફોન ફોન JioPhone Next

દુનિયા નો સૌથી સસ્તો સ્માર્ટફોન ફોન JioPhone Next

JioPhone Next રિલાયન્સ જીઓ ધમાકા ઓફર માટે ખુબ જ જાણીતી કંપની છે, જીઓ દ્બારા તેની શરૂઆતથી જ 4G ટેકનોલોજીથી શરુઆત કરી હતી ,અને આખા ભારતમાં 4જી ટેકનોલોજીમાં ક્રાંતિ લાવી દીધી. આ એક એવી કંપની જે છે જે તેના ગ્રાહકોને સસ્તામાં ખુબ જ સારી સુવિધા અને સ્કીમ આપે છે.

એક માહિતી અનુસાર JioPhone Next ની અંદાજીત કિમત 3499 રૂપિયા હોવાની બતાવી રહ્યું છે. હવે ટૂંક સમયમાં જ કંપની ફોનનું લોન્ચિંગ કરવા જઈ રહી છે. દરેક લોકોને પરવડે તેવી કિંમતનો ફોન બનાવાનું મુકેશ અંબાણીએ રિલાયન્સની વાર્ષિક બેઠકમાં કહ્યું હતું.આ ફોન આનાથી પણ સસ્તા હશે તેવું અનેક નિષ્ણાતોનું કહેવું છે. અથવા સિવાય ફોનને સસ્તો કરવા માટે જીઓ દ્વારા બીજી ઓફર પણ લાગુ કરવામાં આવી શકે છે.

હાલમાં દુનિયાનો સૌથી સસ્તો ફોન JioPhone Next રિલાયન્સ કંપની લોન્ચ કરવા જઈ રહી છે. આ માટે જીઓના ચેરમેન મુકેશ અંબાણી દ્વારા આ જાહેરાત કરી છે કે જીઓનો આ દુનિયાનો સૌથી સસ્તો ફોન હશે. આ માટે બે મહિના પહેલા જૂનમાં જીઓ દ્વારા આ બાબતની જાહેરાત કરી હતી. કે અમે ભારતને 2જી મુક્ત બનાવવા માંગીએ છીએ. જેથી લોકોને સસ્તો 4જી ફોન મળી રહે તેવો પ્રયાસ અમે કરીશું.

આ વર્ષ ૨૦૨૧ માં રિલાયન્સની 44મી વાર્ષિક બેઠકમાં આ બાબતની તમામ જાહેરાત કરવામાં આવી હતી. જીઓ એક થોડા સમયમાં જ ખ્યાતી પામેલી કમ્પની છે, જે રિલાયન્સ દ્વારા સંચાલિત છે. અનેક લોકોના મોઢે સાંભળવા મળતો અને વખાણાતો ફોન છે. જેની અનેક ખાસિયતો છે જેનાથી JioPhone Next હાલ ચર્ચામાં છે.

આ ફોન Made In India ફોન છે, જેની નિર્માણ જીઓ કંપની દ્વારા કરવામાં આવ્યું છે, જે એક ગુગલના સહિયારા પ્રયાસથી નિર્માણ થયો છે, જે ફોન એન્ડ્રોઈડ ફોનના ઓપ્ટીમાઈઝડ વર્ઝન પર પણ કામ કરે છે. જેના લીધે તે ખુબ જ સારૂ કાર્ય આપી શકે છે.

JioPhone Next આધુનિક મોડેલ ફોન છે. જેમાં વોઈસ આસિસ્ટન્ટ, ભાષા ટ્રાન્સલેટ, સ્ક્રીન ટેક્સ્ટ ઓટોમેટીક રીડ અલાઉડ અને ઓગમેન્ટડ રીયાલીટી ફિલ્ટર વાલા સ્માર્ટ કેમેરા ધરાવે છે. જેથી ફોન ધારક પોતાના ફોનમાં લખાણને સમજી ન શકે ત્યારે આ ભાષા ટ્રાન્સલેટ તે વાંચીને સમજાવી શકે છે.

આ જીઓ ફોન નેકસ્ટ કવાલકોમ સ્નેપડ્રેગન 215 પ્રોસેસરન સાથે લોન્ચ થશે સાથે તે જે 4G નેટવર્કને સપોર્ટ કરે તેવો ફોન છે, જેંથી હાલમાં જે જે ફોન માં ડેટાની સ્પીડ આવે છે તેવી જ સ્પીડ રહેશે. આ ફોનમાં રેમ જોવામાં આવે તો 2 જીબી અને 3 જીબી જેવી રેમ મળી શકે છે.

સાથે સ્ટોરેજમાં પણ 16 થી 32 સ્ટોરેજ ધરાવે છે. જેથી ડેટા સંગ્રહ કરવામાં પણ ગ્રાહકોને ફાયદો રહે છે. આ ફોનમાં હાઈ રીઝોલ્યુશન ડિસ્પ્લેની સાથે 5.5 ની ડિસ્પ્લે જોવા મળે છે.

આ જીઓના ફોન અલગ અલગ રંગોમાં લોન્ચ કરવામાં આવશે. જેમ ખાસ કરીને બ્લુ કલરનો ફોન પણ સમાવેશ થાય છે. આ ફોન સારો કેમેરો પણ ધરાવે છે. જેનાથી સારી ક્વોલીટી વાળા ફોટા ખેંચી શકાય છે. જે ફોન માટે પ્રકાશની પણ ખુબ જ ઓછી જરૂર પડે છે, જે ઓછા પ્રકાશમાં પણ સારો ફોટો પાડી શકે છે.

JioPhone Next ફોન સાથે સ્નેપચેટની પેરેન્ટ કંપની પણ આ ફોનમાં ભાગીદાર છે. જેનાથી આ ફોનમાં કેમેરાની સુવિધા સારી મુકવામાં આવી છે, આ ફોન અનેક ખાસિયતો ધરાવે છે. જે 10 સપ્ટેંબરના રોજ લોન્ચ થઇ રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version