Friday, November 15, 2024
Google search engine
HomeDharmikલગ્નની એ પહેલી રાત | Lagna Ni Paheli Raat

લગ્નની એ પહેલી રાત | Lagna Ni Paheli Raat

લગ્નની એ પહેલી રાત


એક કપલ હતું જે ના નવા નવા લગ્ન થયા હતા, લગ્ન ની પહેલી રાતે જ્યારે પત્ની સજી-ધજીને પલંગ પર બેઠી હતી ત્યારે તેનો પતિ સરસ ભોજન નો થાળ લઈને આવ્યો. એ ભોજન ખૂબ જ સ્વાદિષ્ટ હોવાથી આખા રૂમમાં તેની ખુશ્બુ પ્રસરી ગઈ, અને આ ખુશ્બુ થી પત્ની પણ રોમાંચિત થઇ ઉઠી,

એ સ્ત્રી પોતાના પતિ સાથે વાત કરતા કહ્યું કે તમે મમ્મીને પણ અહીં બોલાવી લો, આપણે ત્રણે સાથે ભોજન કરી લઈએ,
પતિએ કહ્યું કે ના તેઓ જમીને સુઈ ગયા હશે, ચાલો આપણે બંને પ્રેમથી ભોજન કરીએ | પેલી સ્ત્રી એ ફરી પાછુ પતિ ને કહ્યું કે મમ્મીને મે જમતા જોયા નથી,

તેના પતિ એ જવાબ આપ્યો કે તું જીદ શું કામ કરી રહી છે, લગ્નના કામમાંથી થાકી ગઈ હશે સૂઈ ગઈ હશે ,નિંદરમાંથી જાગી ને પછી તે ભોજન કરી લેશે. ચાલો આપણે પ્રેમથી ભોજન કરી લઈએ.

આટલું બન્યા પછી પહેલી સ્ત્રીના મગજમાં શું વિચાર આવ્યો કે તેને તરત જ તેના પતિને છુટાછેડા લેવાનો નિર્ણય કરી લીધો.અને જોતજોતામાં જ તેને છૂટાછેડા આપી પણ દીધા,અને બીજા લગ્ન પણ કરી લીધા.અને આ બાજુ તેના પહેલા પતિ એ પણ બીજા લગ્ન કરી લીધા. બંને એકબીજાના રસ્તામાંથી અલગ થઈ ગયા અને બંનેના ઘર વસી ગયા.

બંને લોકો ખુશી ખુશી રહેવા લાગ્યા, આ બાજુ પેલી સ્ત્રીને બે બાળકો થયા જે ખૂબ જ સંસ્કારી અને આજ્ઞાકારી હતા. પોતાની મમ્મી જે કહે તે તેનું પાલન કરતા.
ધીમે ધીમે સમય વીતતો ગયો, બાળકો પણ મોટા થતા ગયા.

સમય વીતવા લાગ્યો જ્યારે પેલી સ્ત્રી ની ઉમર 60 વર્ષની થઈ ગઈ તો તેને તેના બાળકોને કહ્યું કે હું Girnar યાત્રા કરવા માંગું છું કારણકે ત્યાં હું તમારા સુખમય જીવન માટે પ્રાર્થના કરી શકુ, બાળકો તરત જ પોતાની માં ને લઈને Girnar ની યાત્રા પર નીકળી ગયા. એક જગ્યાએ ત્રણે મા દીકરા ભોજન માટે રોકાયા અને બાળકો ભોજન પીરસીને માતાને ખાવાની વિનંતી કરવા લાગ્યા.

એ જ સમયે તેની માતાની નજર એક ખુબ જ ખરાબ હાલત માં બેઠેલા એક વૃદ્ધ પડી, તેની હાલત એટલી બધી ખરાબ હતી કે તેનો ચહેરો પણ ઠીક થી દેખાઈ રહ્યો ન હતો. પરંતુ તે વૃદ્ધ તેની પાસે પડેલા ભોજન અને તેના બાળકો પ્રત્યે એક ટસે જોઈ રહ્યો હતો, આથી માતાને તે વૃદ્ધ પર દયા આવી ગઈ

અને તેના બાળકોને કહ્યું કે જાઓ પહેલા પેલા વૃદ્ધ ને નવડાવી દો અને તેને વસ્ત્ર આપો ત્યાર પછી આપણે ભોજન કરીશું. દીકરાઓ એ બિલકુલ માતાએ કહ્યું તેમ કર્યું ,પછી તે વૃદ્ધ ને બંને દીકરા તેની માતા સામે લઈ આવ્યા તો તેની માતા જોઈને આશ્ચર્ય ચકિત રહી ગઈ |

કારણકે તે વૃદ્ધ બીજુ કોઈ નહીં પરંતુ એ જ માણસ હતો જેની સાથે તેને પહેલા લગ્ન કર્યા હતા | અને લગ્ન ની પહેલી રાત્રે જ છૂટાછેડા લેવાનો નિર્ણય લીધો હતો.

માતા તરત જ આ વૃદ્ધ ને ઓળખી ગઈ અને તેને પૂછ્યું કે તમારી આવી હાલત કઈ રીતે થઈ ? આથી વૃદ્ધે પોતાની નજર જુકાવી ને કહ્યું કે મારી પાસે બધું જ હતું, અને કંઈ જ કમી ન હતી ,પરંતુ છતાં પણ મારા બાળકો મને ભોજન આપતા ન હતા, મારો તિરસ્કાર કરતા હતા, અને મને ઘરથી બહાર કાઢી મૂક્યો.

ત્યારે પેલી સ્ત્રીએ તેને જવાબ આપ્યો કે આ વાતનો અંદાજો તો મને લગ્નની પહેલી રાત્રી એ જ આવી ગયો હતો , જ્યારે તમે પહેલા પોતાની માતાને ભોજન કરાવવા ની જગ્યાએ તે સ્વાદિષ્ટ ભોજનને લઈને મારા રૂમમાં આવ્યા હતા અને મારા વારંવાર કહેવા છતાં તમે પોતાની માતાનો તિરસ્કાર કર્યો હતો,

કદાચ આજે એનું જ ફળ તમે ભોગવી રહ્યા છો. જેવો વ્યવહાર આપણે આપણા વડીલો સાથે કરીશું તે જોઈને આપણા બાળકો માં પણ એ જ ગુણ આવે છે ,કે કદાચ આ જ આપણી પરંપરા હોય શકે, માટે કાયમ માટે આપણે માતા-પિતાની સેવા કરવી તે આપણું દાયિત્વ છે.જે ઘરમાં માતા-પિતા હશે છે તે જ ઘરમાં પ્રભુ વાસ હશે.

આપણી પ્રાચીન કહેવત છે કે જેવું કરશો તેવું ભરસો , અથાત આપણે જેવો વ્યવહાર અને વર્તન આપના માવતર સાથે કરશું , તેવો જ વ્યવહાર અને વર્તન અપના સંતાનો અપની સાથે કરશે

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

Technology A

error: Content is protected !!