‘મહાશિવરાત્રી‘ વિશે વિવિધ મંતવ્યો છે, કેટલાક વિદ્વાનોનું માનવું છે કે મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવ અને દેવી પાર્વતી ના લગ્ન થયા હતા. જ્યારે કેટલાક વિદ્વાનોનું માનવું છે કે આ દિવસે શિવજી એ સમુદ્રમંથન સમયે સમુદ્રમાંથી નીકળેલા ‘કાલકૂટ’ નામનું એક ઝેર પીધું હતું. સમુદ્રમંથન અમૃતની પ્રાપ્તિ માટે દેવતાઓ તથા અસુરો દ્વારા કરવામાં આવ્યું હતું.
આવીજ એક શિકારીની દંતકથા મહાશિવરાત્રીના આ તહેવાર સાથે સંકળાયેલી છે, શિકારીની અજાણતા માં થયેલી પૂજા થી ભગવાન શિવજીએ તે શિકારીને કઈ રીતે પ્રસન્ન થઈ તેના પર અપાર કૃપા કરી હતી . આ દંતકથા પૌરાણિક છે અને “શિવ પુરાણ ” માં પણ સંકલિત અને ઉલ્લખ કરવામાં આવ્યો છે .
પ્રાચીન કાળમાં એક જંગલમાં ગુહ નામનો શિકારી જંગલી પ્રાણીઓનો શિકાર કરીને તેના કુટુંબ નું ભરણ-પોષણ કરતો હતો.શિવરાત્રીના દિવસે એકવાર તે શિકાર કરવા નીકળ્યો ,પરંતુ આખો દિવસ શિકાર શોધવા ચતા પણ શિકાર ન મળ્યો , શિકારીને ચિંતા થવા લાગી કે તેના બાળકો, પત્ની અને માતાપિતાને ભૂખ્યુ રહેવુ પડશે,
શિકારી સૂર્યાસ્ત સમયે એક જળાશય પર ગયો , અને પીવા માટે થોડું પાણી ભરી તે એક વૃક્ષ પર ચઢી ગયો.કારણ કે તેને આશા હતી કે કોઈ પ્રાણી અહીં તેની તરસ છીપાવવા જરૂર આવશે.તે વૃક્ષ ‘બિલ્વ પત્ર‘ નું હતું અને તે જ વૃક્ષ નીચે શિવલિંગ હતું જે સુકાઈ ગયેલા ‘બિલ્વ પત્ર‘ થી ઢંકાયેલુ હોવાથી દેખાતું ન હતું .
રાતના પ્રથમ પ્રહર પહેલાં, ત્યાં એક હિરણ પાણી પીવા આવ્યું , તે જોઈને, શિકારીએ તેના ધનુષ પર તીર ચડાવ્યુ , આમ કરતા તેમના હાથ થી ધક્કો લગતા બિલ્વ પત્ર ના થોડા પાંદ અને થોડુ જળ નીચે રહેલા શિવલિંગ પર પડ્યા , જળ તેમજ બીલી પત્ર શિવલિંગ પર પડતા ,અજાણતા માં શિકારીની પહેલા પ્રહર પૂજા થઈ ગઈ .હિરણે પાંદડાઓનો ખખડવાનો અવાજ સાંભળ્યો, હિરણે ઉપર જોતાજ ભયભીત થઈ ગયુ , અને ડરીને કંપતા સ્વરે શિકારીને કહ્યું – ‘મને મારશો નહી.
શિકારીએ કહ્યું કે હું અને મારો પરિવાર ભૂખ્યો છે, તેથી હું તમને છોડીશ નહિ , હિરણીએ શિકારીને વચન આપ્યું કે મને જવા દયો , હું મારા બાળકોને મારા ધણી ને સોંપી આવી જઈશ. શિકારી તેની વાત પર વિશ્વાસ આવ્યો નહી,તેથી હિરણીએ ફરી શિકારીને એમ કહીને ખાતરી આપી કે જેમ પૃથ્વી સત્ય પર ટકી રહી છે , તેમજ સમુદ્ર તેની મર્યાદામાં રહે છે અને જેમ પાણીના પ્રવાહ ઝરણાંમાંથી નીચે પડે છે, તે જ રીતે, હું સત્ય બોલી રહી છું.
નિર્દય અને ક્રૂર હોવા છતાં, શિકારીએ તેના પર દયા અને વિશ્વાસ રાખી ,હિરણીને ‘ઝડપી પાછા ફરવાનું’ કહીને જવા દીધી .
થોડા સમય પછી, હિરણીની બહેન ત્યાં પાણી પીવા માટે આવી, શિકારી સજાગ થઈ ગયો, તેણે તેના ધનુસ ઉપર તીર ચઢાવ્યું , આમ કરતા તેમના હાથ થી ફરી ધક્કો લગતા ,થોડા બિલ્વ પત્ર ના પાંદ અને થોડુ જળ નીચે રહેલા શિવલિંગ પર પડ્યું , હિરણીએ પણ પાંદડાં ખખડવાનો અવાજ સંભાળતા ઉપર જોતાજ ભયભીત થઈ ગઈ , અને શિકારીને જીવન માટે વિનંતી કરવા લાગી ,પરંતુ જ્યારે શિકારીએ ના પાડી ત્યારે હિરણી તેને પાછા ફરવાનું વચન આપતાં કહ્યું કે જે મનુષ્ય વચન આપી પલટી જાય છે તે તેના પુણ્યથી નાશ પામે છે, તેમજ જે મનુષ્ય ભગવાન શિવની નિંદા કરી પાપ કરે છે ,તે પાપ મને લાગે ,શિકારીએ પહેલાની જેમ, આ હિરણીની વાત પર વિશ્વાસ રાખી તેને પણ જવા દીધી
હવે શિકારી એ ચિંતાથી વ્યાકુળ હતો , કે આ બંને માંથી જો કોઈ મૃગ પાછુ આવે અને મારા કુટુંબનું પેટ ભરાઈ, તે જ સમયે, તેણે એક હરણને પાણી તરફ આવતા જોયું, શિકારી તેને જોઈને ખૂબ ખુશ થયો, તે જોઈને, શિકારીએ તેના ધનુષ પર તીર ચડાવ્યુ , આમ કરતા ફરી તેમના હાથ થી ધક્કો લગતા , બિલ્વ પત્ર ના પાંદડા અને થોડુ જળ નીચે રહેલા શિવલિંગ પર પડ્યા. અને શિકારીની ત્રીજા પ્રહરની પૂજા આપમેળે પૂર્ણ થઈ ,અને પાપોનો નાશ થયો ,
પરંતુ પાંદડાં પડવાના અવાજ થી હરણ સાવચેત થઈ ગયું .હરણે શિકારી તરફ જોયું અને પૂછ્યું, “તમે આ શું કરવા માંગો છો?” શિકારી એ કહ્યું – “મારા કુટુંબને ભોજન આપવા માટે હું તને મારી નાખીશ.” હરણ ખુશ થઈ ગયો અને બોલ્યો – “વાહ હું ધન્ય છું કે મારું આ શરીર કોઈના માટે કામ આવશે , મારું જીવન શરીર દાનથી સફળ થશે, પરંતુ કૃપા કરીને મને હવે જવા દો જેથી હું મારા બાળકોને તેમની માતાને સોંપી આવું અને તે બધા ને ધેર્ય આપી હું પાછો ફરું ,
હવે શિકારીનું હૃદય તેના પાપોના નાશને કારણે શુદ્ધ થઈ ગયું હતું, તેણે નમ્રતાપૂર્વક કહ્યું – “જે અહીંયા આવે છે તે બધા જુઠું બોલીને ચાલ્યા જાય છે ,જો તું પણ જૂઠું બોલીને નીકળી જા તો પછી મારા કુટુંબનું શું થશે ?” હવે હરણે તેને વચન આપી ખાતરી આપી કે, જો હું પાછો નહીં આવું , તો મને એવુ પાપ લાગે કે સમર્થ હોવા છતા પણ જે બીજા ની મદદ નથી કરતા, અને મને એ પાપ પણ લાગે ,કે કોઈ સુહાગણ સ્ત્રી પોતાના પતિ સિવાય અન્ય પુરુષ સાથે સંબંધ ધરાવે છે, શિકારીએ હરણ ની વાત સાંભળી ‘જલ્દીથી પાછા આવવાનું’ એમ કહીને શિકારીએ તેને પણ છોડી દીધો
જયારે રાતના અંતિમ પ્રહરની શરૂઆત થતાજ , શિકારીની ખુશી નો પાર ના રહ્યો ,કારણ કે તેણે તે બધા હિરણ અને તેના બાળકો એકસાથે આવતા જોયા .તેમને જોતાં જ તેણે તેના ધનુષ પર તીર ચડાવ્યું , અને હાથ નો ધક્કો લગતા બીલી-પત્ર અને જળ શિવલિંગ પર પડતા ,ચોથા પ્રહર ની શિવપૂજા પણ પૂર્ણ થઈ .
હવે તે શિકારીની શિવ કૃપાથી, બધા પાપો ભસ્મ થાઈ ગયા , અને શિકારી ને દુર્લભ જ્ઞાન પ્રાપ્ત થયું . તેથી તે વિચારવા લાગ્યો – કે ‘ઓહ, આ પ્રાણીઓ ધન્ય છે કે જેઓ જ્ઞાનહીન હોવા છતા પણ તેમના શરીરને પરોપકાર બનાવવા માંગે છે, પરંતુ આજ સુધી મેં મારું જીવન અને મારા પરિવારને અનેક પ્રકારના દુષ્કૃત્યોથી ભરણ-પોષણ કર્યું , તમે બધા ધન્ય છો. તમે તમારા વચન નું પાલન કર્યું છે ,તેથી તમે બધા જઈ શકો છો .
શિકારી ના નિર્મળ સ્વભાવ થી ભગવાન શિવ – શંકર પ્રસન્ન થયા અને તેમના દિવ્ય સ્વરૂપ ના દર્શન આપ્યા , તેમજ સુખ અને સમૃદ્ધિનું વરદાન આપીને તેમને શિકારી ને “ગુહ” નામ પ્રદાન કર્યું .મિત્રો, એવું કહેવામાં આવે છે કે આ તે જ ગુહ હતો જેની સાથે ભગવાન શ્રી રામે મિત્રતા કરી હતી.