રડવાથી શું થાય ?
તારીખ :- 31-3-2011 ના રોજ સ્વામીશ્રી સાથે મિટિંગમાં બેઠેલા નારાયનમુની સ્વામીએ સ્વાસ્થય ના સંદર્ભે તેઓને પૂછ્યું : બાપા , આપના ખંભે કેવું છે ? હવે ખભો દુખે છે ?
‘હા થોડું-ઘણું દુખે. બીજું કઈ ખાસ નથી .
એટલે દુખે તો છે ને ?
પણ રડવાથી શુ થાય ? સહન કરવું ,રડવાથી દુખ ઓછું ન થાય. સ્વામીશ્રી એ જણાવ્યું ,
પરંતુ વધારે દુખે તો સહન કેવી રીતે થાય ?
પણ વધારે ઉ.. ઉ.. કરવાથી દુખ મટવાનું નથી . બીજાને કે .. કે.. કરે એમાં બમણું થાય . પોતાને તો દુખ હોય અને સાંભડનાર ને પણ દુખ થાય. માટે શાંતિ થી સહન કરવું. બોલ બોલ કરવાથી દુખ ઓછું થાય નહીં. સામેથી વધે; અને હવે અવસ્થા થય એટલે આવું રહેવાનું જ. એમ સમજીને સુખિયા રહેવાનું. ભગવાનની ઈછા સમજીને રાજી રહેવાનું. આપણે કઈ કરવા જઈએ તો આપડથી શું થય. ? ભગવાનની ઈચ્છા થી બધુ થાય . આ સમજણ રાખીએ તો વાંધો આવે નહીં . પ્રમુખસ્વામી મહારાજ (Pramukh Swami) ની આ વાત યાદ રાખસો તો તમે ક્યારેય દુખી નહીં થાવ જરૂર