આપણે બધા ભારતવાશી હર વર્ષે હોળી નું દહન મહોત્સવ કરીએ છીએ ,અને તેમનો ત્યોહાર માનવીએ છીએ | પણ આજે પણ ઘણા લોકો એવા છે જેમને ખબરજ નથી કે હોળીનું દહન શા માટે કરવામાં મનાવવામાં આવે છે |
ત્રેતા યુગમાં એક મહાન તપસ્વી અને એક તાકાતવર રાજા હતો ,જેમનું નામ હતુ ,હિરણ્યકશ્યપુ આપણે બધાજ લોકોએ તેમનું નામ સાંભળ્યુ હશે | તેમની એક બહેન હતી જેમનું નામ હતું હોલિકા | હિરણ્યકશ્યપુ ભગવાન ની કઠીન તપસ્યા કરવા લાગ્યો ત્યારે ભગવાન બ્રમ્હાજી એ પ્રસન્ન થઇ વરદાન માંગવા કહ્યું |
હિરણ્યકશ્યપુ ભગવાન બ્રમ્હાજી ને કહ્યું હે પ્રભુ મને એવું વરદાન આપો કે મારુ મૃત્યુ જ ના થાય | ના હુ દિવસે મરુ ના હુ રાત્રે મરુ , ના હુ નર થી મરુ ના હુ જાનવર થી મરુ , ના હુ અસ્ત્ર થી મરુ ના હુ શસ્ત્રથી મરુ ,ના હુ સુતા મરુ ના હુ જાગતા મરુ , ના હુ બેસતા મરુ ના હુ ચાલતા મરુ , ના હુ જમતા મરુ ના હુ પિતા મરુ , ના હુ દેવો થી મરુ ના હુ દાનવોથી મરુ , હે પ્રભુ મારુ મૃત્યુ કોઈ થી પણ ના થાય હુ અમર થઇ જાવ ,
બ્રમ્હાજીએ કહ્યું તથાસ્તુ અને કહ્યુ હે હિરણ્યકશ્યપુ ભગવાનથી બળવાન કોઈજ નથી ,આ પૃથી લોક માં જેમનો જન્મ છે તેમનુ મૃત્યુ નીત્ષિત છે , વરદાન પ્રાપ્ત થતાજ હિરણ્યકશ્યપુ ને અભિમાન આવી ગયુ ,અને પૃથ્વી લોક માં કહેવા લાગ્યો કે હુ જ ભગવાન છું ,આજથી બધા ઋષિ-મુની સાધુ સંત અને બધી પ્રજા મારીજ પૂજા કરશે , અભિમાની હિરણ્યકશ્યપુ બધાને કહેવા લાગ્યો કે ત્રણે લોકમાં હુજ ભગવાન છુ , મારાથી મોટો કોઈ ભગવાન છે જ નહિ , હિરણ્યકશ્યપુ નું પાપ વધવા લાગ્યું ,
સમય જતા તેમનાજ ઘરમાં એક દીકરાનો જન્મ થયો , જેમનું નામ હતુ પ્રહલાદ , નાનપણથી જ પ્રહલાદ ભગવાન વિષ્ણુ નો પરમ ભક્ત હતો ,અને હિરણ્યકશ્યપુ ભગવાન વિષ્ણુનો કટ્ટર દુશ્મન હતો ,તેથી હિરણ્યકશ્યપુ એ પ્રહલાદ ને ઘણી વાર સમજાવ્યો કે આ ત્રણે લોક માં ફક્ત હુજ ભગવાન છું , બધા મારીજ પૂજા કરે છે , તુ પણ મારી પૂજા કર ,પણ પ્રહલાદ ભગવાન વિષ્ણુ ની ભક્તિ માં જ લીન રહેતો હતો ,
ઘણી વખત હિરણ્યકશ્યપુ એ ભક્ત પ્રહલાદ ને મારવાની કોશિશ કરી ,છતા પણ ભક્ત પ્રહલાદ જીવિત રહી જાતો હતો , એક દિવસ હિરણ્યકશ્યપુ ની બહેન હોલિકા આવી અને તેમણે પ્રહલાદ ની બધી વાત જણાવી , હોલિકા એ હિરણ્યકશ્યપુ કહ્યું મહારાજ તમે ચિંતા ના કરો તમે પ્રહલાદ ને મને સોંપી દયો , મને પણ ભગવાન બ્રહ્માજી નું વરદાન છે કે હું અગ્નિમાં નહિ સળગુ ,અને મારું મૃત્યુ પણ અગ્નિ થી નહિ થાય ,હુ પ્રહલાદ ને મારા ખોળા માં બેસાડી તમારી સામે અગ્નિની ચિતા પર બેશીસ , અને પ્રહલાદ ને અગ્નીમાંજ ભસ્મ કરી નાખીશ ,
હિરણ્યકશ્યપુ ખુશ થઇ હસવા લાગ્યો ,નગર માં ઢંઢેરો પીટાવી જાણ કરી કે કાલે બહેન હોલિકા પ્રહલાદ ને ખોળા માં લઇ અગ્નિચિતા પર બેસશે ,અને પ્રહલાદ ને ભસ્મ કરશે ,આ વાત પુરા રાજ્ય માં ફેલાઈ ગઈ ,
બીજા દિવસે હોલિકા પ્રહલાદ ને ખોળામાં બેસાડી અગ્નીચીતા પર બેસી ગઈ, અને અગ્નીમંત્ર નો જાપ કરી અગ્નિને પ્રગટ કરી , ખોળામાં બેઠો પ્રહલાદ ભગવાન વિષ્ણુ નું સ્મરણ કરવા લાગ્યો ,અગ્નિ પ્રગટ થતાજ હોલિકા જોર જોર થી હસવા લાગી , થોડીજ વાર માં અગ્નિની જ્વાળા વિશાળ રૂપ માં ફેલાઈ ગઈ , અને હોલિકા ના શરીર માં પીડા થવા લાગી ,તેમજ આકુળ-વ્યાકુળ થવા લાગી , જયારે ભક્ત પ્રહલાદ ને કશુજ થતુ ન હતુ ,
હોલિકા જોર જોર થી બોલવા લાગી કે , હું બળી રહી છુ , હું બળી રહી છુ ,મને કોઈ બચાવો ,હે ભગવાન તમે મને અગ્નિમાં નહિ બળવાનુ વરદાન આપ્યુ હતું , ત્યારે ભગવાન બ્રહ્માજી પ્રગટ થયા અને હોલિકા ને કહ્યું ,હે હોલિકા મે તને આ વરદાન તારી રક્ષા અને સમાજ કલ્યાણ માટે આપ્યું હતું ,કોઈને બળવા માટે નહિ ,આટલું કહી બ્રહ્માજી અદ્રશ્ય થઇ ગયા ,
બધીજ પ્રજા ભક્ત પ્રહલાદની જઈ જઈકાર કરવા લાગી , અને એક રાક્ષસણી અંત થયો , ત્યારથીજ બધા લોકો તે દિવસ અને તે તિથી એ હોલિકા દહન નો તહેવાર મનાવે છે , મિત્રો કેટલાક લોકો કઠોર તપ અને કઠોર કષ્ટ ઉઠાવી ને પણ સિદ્ધિ ,શક્તિ અને પરાશક્તિ ને હાંસલ કરી લે છે , પણ તેમને પચાવી અને સંભાળવી તેનાથી પણ કઠીન હોઈ છે , જો તેમનો દુરુપયોગ કરવામાં આવે તો તેમનુ ભુગતાન તેમનેજ ભોગવવુ પડે છે ,
કોઈ પણ સિદ્ધિ , શક્તિ યા પરાશક્તિ જનસમાજ કલ્યાણ હેતુ હોઈ છે ,જયારે તેનો નિજ સ્વાર્થ માટે ઉપયોગ થાય ત્યારે તેનુ ભુગતાન પોતાનેજ ઉઠાવવુ પડે છે,
દ્રષ્ટાંત :- રાવણ , હિરણ્યકશ્યપુ , હોલિકા ,