હિતેન કુમાર એ ગુજરાતી ફિલ્મ ને ટકાવી રાખી છે કેમ કે એમની દરેક ફિલ્મ માં-બેન દિકરી સાથે જોઈ શકાય છે.
આજથી બરાબર ‘૨૫ વર્ષ પહેલા’ આજ દિવસે આ ફિલ્મ “દેશ રે જોયા દાદા પરદેશ જોયા” રજુ થઇ હતી. જેણે ગુજરાતી સિનેમાને વિશ્વના દરેક ગુજરાતીઓના ઘરે ઘરે ચર્ચાતું કરી દીધું.
આજે એ દિવસને,એ ‘ઘટના’ને બરાબર “૨૫ વર્ષ” પુરા થયા અને ૨૬માં વર્ષમાં પ્રવેશ થયો…
‘દેશ રે જોયા…’જયારે રજુ થઇ એ પહેલાનો ૭ એક વર્ષોનો એક ગાળો એવો હતો જયારે ગણીગાંઠી જ ગુજરાતી સિનેમાનું નિર્માણ થતું.પણ આ ફિલ્મની તોતિંગ સફળતાએ બુઝાઈ રહેલા સિનેઉધોગમાં નવો પ્રાણ પૂર્યો હતો.
જે જગ્યાએ વર્ષે ૨ વર્ષે એકાદ બે ફિલ્મોનું જ નિર્માણ થતું એ જ જગ્યાએ વરસની ૪૦ થી વધુ ફિલ્મોનું નિર્માણ થવા માંડ્યું અને ખુબ સરસ સફળતાઓ પણ મેળવતી થઇ…એમાંની ઘણી ફિલ્મો આજે પણ લોકોના હૈયે રમી રહી છે…
એ ફિલ્મો દુનિયા ભરમાં વસેલા ગુજરાતીઓના હૈયે રમતી રહી,
પણ માત્ર ૨૦૧૨ પછી અને ખાસ કરીને ૨૦૧૪ પછીના આ સોશ્યિલ મીડિયાના ‘કહેવાતા જ્ઞાનીઓ’ની યાદ શક્તિથી બહાર રહી જેને કારણે એમના દ્વારા ભાગ્યે જ આ ફિલ્મોનો,આ વિષય નો ઉલ્લેખ થતો સંભળાય છે…
દુર્ભાગ્યે આ સમયગાળો જે સૌથી વધુ નવા સર્જક વ્યક્તિઓ માટે આપણી સિનેમા માટે પ્રેરણા આપનારો રહ્યો એ સમયગાળાને જ આજે આવા “અધૂરા જ્ઞાનીઓ”ને કારણે જ જાણે-અજાણપણે અન્યાય થઇ જ રહ્યો છે…
જેમાં દુર્ભાગ્યે આપણી સિનેમા માટેના ‘કહેવાતા હિસ્ટોરિયન્સ” કે અમુક સર્જકો જેમને એમની પોતાની સફરની શરૂઆત આ સમયગાળામાં જ કરી હતી તેઓ પણ શામેલ છે…
“દેશ રે…”અને એના પછીની ફિલ્મોની સફળતાઓએ ઘણી નવી પ્રતિભાઓ ને આ ઉદ્યોગ તરફ આકર્ષ્યા.પણ એ સમયે આ ‘સોશ્યિલ મીડિયા’ ના હતું માટે એ બધી સફળતાઓ ‘પ્રેક્ષકોના હૈયે’ લખાઈ.
આવા જાહેર પ્લેટફોર્મ પર નહિ.
એમાં નવી જનરેશનનો વાંક નથી. પણ મારી ફરિયાદ એ વ્યક્તિઓ માટે છે જે એ સમયગાળા દરમ્યાન જ સિનેમાના સર્જક તરીકે જન્મ્યા,સર્જનના સપના જોયા,અને શરૂઆત કરી એમની સફરની.
એમાં ઘણા દિગ્દર્શકો,લેખકો,કલાકારો પણ છે જે અંગત મુલાકાતોમાં ભક્તિભાવથી આ બાબતો સ્વીકારે છે પણ મીડિયાના કોઈ ચર્ચાસત્ર કે સોશ્યિલ મીડિયા પર એ બાબતનો ઉલ્લેખ કોઈક વિચિત્ર કારણસર નથી કરતા.(અથવા ભૂલી જવાય છે)માટે છેલ્લા અઢી દાયકા દરમ્યાન જન્મેલા નવા જનરેશનને કઈ રીતે ખબર હોય???
આ સિનેમા પહેલાના ‘સુવર્ણ યુગ’ જેને કહેવાયો એ ઉપેન્દ્રભાઈનો તથા એ સમયના સર્જકોનો સમય પછી નરેશ-મહેશ કનોડિયા ભાઈઓનો સમયકાળ તથા કંકુ કે ભવની ભવાઈ નો જ ઉલ્લેખ થતો રહ્યો છે પણ આપણી સિનેમાના ઇતિહાસમાં ૧૯૯૭-૯૮ના સમયથી ૧૦૧૨ના સમયને એ માન નથી અપાયું જેના એ કલાકાર કસબીઓ અને સર્જકો હકદાર છે…
આ એ સમયકાળ જ્યાં નવી પેઢી ગુજરાતી સિનેમાની સફળતાથી એની તરફ ખેંચાઈ.
આ એ સમયકાળ જ્યાં નવા સર્જક મિત્રોના સરળ આગમન માટે વાતાવરણ બાંધવામાં આવ્યું.
આ એ સમયકાળ જે અનેક સ્વપનીલ નવા સર્જકો કલાકારો કસબીઓ માટે પ્રેરણાસ્તોત્ર બન્યો એને કઈ રીતે અવગણી શકાય???
જો કે આ અવગણનાથી કોઈ ફરક પડતો નથી. માત્ર મને એવા મિત્રોને એ કરતા જોઈને દુઃખ થાય છે જેમણે આ ફિલ્મોની સફળતાને કારણે જ પોતાની સફર શરુ કરી સિનેમા ક્ષેત્રે.
બાકી હમણાના એક હિસ્ટોરિયન જે આંકડાઓમાં ખુબ ચોક્કસ છે એમને એટલું જ કહેવાનું સફળતાનો માપદંડ જો માત્ર આંકડાઓ જ હોય તો એ આંકડો કે પ્રેક્ષકોના આંકડાઓની દ્રષ્ટિ એ પણ આ ૧૯૯૭-૯૮ થી લગભગ દોઢ દાયકો ખુબ મોટો જ છે.
આજે ૨૫ વર્ષ પુરા થયા આ જાદુઈ સફળતા મેળવેલી સિનેમાના. પ્રેક્ષકો નો ખુબ આભાર ,આટલા પ્રેમ બદલ.
અને સર્જકોનો ખુબ આભાર આ ફિલ્મ બનાવવા બદલ.
નિર્માતા-દિગ્દર્શક શ્રી ગોવિંદભાઇ પટેલને કઈ રીતે ભુલાય?
લેખક શ્રી.મુકેશ માલવણકર ગાયક અને સંગીતકાર શ્રી અરવિંદ બારોટ જી તથા દરેક કલાકાર કસબીઓ,ડિસ્ટ્રીબ્યુટરો અને એક્ઝિબીટરો અને સૌથી વધુ આપ સૌ પ્રેક્ષક મિત્રોનો ખુબ ખુબ આભાર.
આપની કોઈ યાદ જો હૈયે સચવાયેલી હોય આ ફિલ્મ અને એના પછીની ફિલ્મો માટેની તો ચોક્કસ અમને જમાવજો કૉમેન્ટમાં લખીને.
નોંધ:- આં તમામ માહીતી ઈન્ટરનેટ નાં માધ્યમ થી લીધેલ છે……
બાકી ઉત્તરાયણની ખુબ ખુબ શુભકામનાઓ.