ભારતમાં ઘણા મંદિરો આવેલા છે,જેનું નામ તપકેશ્વર મહાદેવ છે ,અને આમાંના મોટાભાગના મંદિરો માં શિવલિંગ પર સ્વયંભૂ અભિષેક થતા ભક્તો માટે આસ્થાના કેન્દ્રો બની ગયા છે, પરંતુ દેહરાદૂન માં આ કુદરતી સૌંદર્યમાં સ્થાન ધરાવતા .તપકેશ્વર મહાદેવ મંદિરનુ થોડું અલગ મહત્વ છે.
અહીંનું ખાસ આકર્ષણ ગુફામાં શિવલિંગ પર ટપકતા દૂધ જેવું પાણી છે.આ ગુફામાં શિવલિંગ સાથે સંકળાયેલી પ્રાચીન દંતકથાઓ પણ એટલી જ રસપ્રદ છે.
આ મંદિર સાથે બે કથાઓ જોડાયેલી છે. એવું કહેવાય છે કે પાંડવો અને કૌરવોના ગુરુ દ્રોણે 15 વર્ષ સુધી આ સ્થળે રહીને ભગવાન શિવની તપસ્યા કરી હતી. ગુરુ દ્રોણાચાર્યએ તીરંદાજીમાં નિપુણતા મેળવવા તેમજ ભગવાન શંકરના દર્શન માટે આ સ્થળની પસંદગી કરી હતી. તેમણે અહીં શિવલિંગની સ્થાપના કરી અને તેની પૂજા કરી. અંતે ભગવાન શંકરે પ્રસંન્ન થઈ દ્રોણની ઈચ્છા પૂરી કરી.
બાદમાં દ્રોણે ગુફાની આસપાસ ઝૂંપડું બનાવ્યું અને તેમની પત્ની ક્રિપી સાથે વર્ષો સુધી રહ્યા, જ્યાં તેમના પુત્ર અશ્વત્થામાનો જન્મ થયો.
- જયારે બીજી દંતકથા અનુસાર આ કથા દ્રોણ અને તેમના પુત્ર અશ્વત્થામાની સાથે સંબંધિત છે.
ગુરુ દ્રોણે પોતાના મિત્ર અને ગુરુભાઈ રાજા દ્રુપદ પાસે ગાય ની માંગી ,જેથી દ્રોણનો પુત્ર અશ્વથામા દૂધ પી શકે. પરંતુ દ્રુપદે ગાય આપવાની ના પાડી અને દ્રોણનું ઘોર અપમાન કર્યું.
જ્યારે અશ્વથામા માટે દૂધ ઉપલબ્ધ ન થયું , ત્યારે માતા કૃપિ ચોખામાં પાણી ભેળવી દૂધિયું પ્રવાહી તૈયાર કરતી અને અશ્વત્થામાને પીવા માટે આપતી. એકવાર અશ્વત્થામાંને દ્રોણ હસ્તિનાપુર લઈ ગયા , ત્યાં અશ્વથામાઅશ્વાશ્થામાં એ ગાયનું દૂધ પીધું. તેણે ઘરે આવીને તે જ દૂધ પીવાનો આગ્રહ કર્યો. ગુરુ દ્રોણે અશ્વત્થામા ને ખૂબ સમજાવ્યા પણ તે રાજી ન થયા.
અંતે દ્રોણે પોતાના પુત્રને સમજાવવાના આશયથી કહ્યું કે જો તમે ભગવાન શિવની પૂજા કરશો તો તમને આવું દૂધ જરૂર મળશે. તે દિવસથી અશ્વત્થામા આ ગુફામાં ગયા અને શિવલિંગની સામે ભગવાન શિવની તપસ્યા કરવા લાગ્યા. નાના બાળકની તપસ્યાથી પ્રસન્ન થઈ ભગવાન શંકરે બાળક અશ્વત્થામાને તપશ્ચર્યા કરવાનું કારણ પૂછ્યું. અશ્વત્થામાએ કહ્યું કે તે દૂધ માટે તપશ્ચર્યા કરી રહ્યો હતો,
ભગવાન શંકરે અશ્વસ્થાને કહ્યું તારી તપસ્યા પૂર્ણ થઇ છે ,અને આજથી આ શિવલિંગ ઉપર દૂધ ની ઘારા ટપકશે ,અશ્વસ્થામા એ દૂધ પી તૃપ્તિ મેળવી .
જયારે બીજા દિવસે દ્રોણ શિવલિંગની પૂજા કરવા ગુફામાં પ્રવેશ્યા ,ત્યારે તેમણે જોયું કે શિવલિંગ પર ગુફાની ખડક પરથી દૂધ ટપકતું હતું, તેથી દ્રોણે આ શિવલિંગનું નામ દુગ્ધેશ્વર મહાદેવ રાખ્યું હતું .
જયારે કળિયુગ નો પ્રભાવ આવતા હાલ આ શિવલિંગ પર દૂધ જેવું સફેદ પાણી ટપકે છે ,જોકે, સમયાંતરે કળિયુગમાં આ શિવલિંગનું નામ બદલાઈને તપકેશ્વર મહાદેવ તરીકે પ્રચલિત થયું .