જેમ કે આપને બધાજ જાણીએ સીએ કે મહાભારત માં પિતામહ ભીષ્મ ને એક મહાન યોદ્ધા ના રૂપ માં માનવામા આવે છે | પરંતુ યુદ્ધમાં પિતામહ ભીષ્મ ના સુઝાવ પ્રમાણે અર્જુને ઘાયલ કરી ભીષ્મ પિતા આખુ શરીર વીંધી નાખ્યું હતું | છતા પણ પિતામહ ભીષ્મ નું મૃત્યુ ના થયુ | કારણ કે તેમને ઈચ્છા મૃત્યુ નું વરદાન પ્રાપ્ત હતું |
મહાભારત યુદ્ધ પૂર્ણ થયા પછી હસ્તિનાપુર ચારે દિશાથી સુરક્ષિત હોવા છતા પણ પિતામહ ભીષ્મ કેટલાક મહિના બાણો ની શિર શૈયા પર ખુબ કષ્ટ સહન કરી સુતા રહ્યા | અને સૂર્ય ની ગતિ ને દક્ષિણાયન માંથી ઉતરાયણ માં જવાની પ્રતીક્ષા કરી રહ્યા હતા | કારણ કે ભીષ્મ પિતા મહાન યોદ્ધા ની સાથે જ્ઞાની તેમજ વિધવાન હતા |
શાસ્ત્રો અને ગીતા અનુશાર સૂર્ય ધનુ રાશી છોડી અને મકર રાશી માં પ્રવેશ કરે | તે અતિ શુભ દિવસ અને સૂર્ય ના મકર રાશી માં પ્રવેશથી આ દિવસ ને મકરસંક્રાંતિ પર્વ કહેવામાં આવે છે | જયારે સૂર્ય દક્ષિણાયન થી ઉતરાયણ માં પ્રવેશ કરે છે |
જયારે આજ દિવસે રાજા ભગીરથ માતા ગંગાજી ને લઈ કપિલ મુની ના અશ્રમ થઈ માતા ગંગાજી ના પ્રવાહ ને સાગર માં ભેળવ્યો હતો | જેથી આ દિવસે ગંગાજી માં સ્નાન કરવાનુ શુભ અને અનેરુ મહત્વ ગણાય છે |
શાસ્ત્રો અને ધર્મ અનુશાર આ શુભ દિવસે જો કોઈ મનુષ્ય નુ મૃત્યુ થાય તો તેને જન્મ-મરણ ના ચક્ર માંથી મુક્તિ મળે છે | અને મોક્ષ ની ગતિ પ્રાપ્ત થાય છે |
ભીષ્મ પિતામહ જ્ઞાની અને વિધવાન હોવાથી આ સંયોગ ને જાણતા હતા | તેથી જ મહાભારત યુદ્ધ પૂર્ણ થયા પછી પણ કેટલાક મહિના ખુબ કષ્ટ સહન કરી ભીષ્મ પિતામહ આ શુભ દિવસ ની પ્રતીક્ષા કરી રહ્યા હતા | અને મકરસંક્રાતિ ના શુભ દિવસે ભગવાન કૃષ્ણ ની સામે તેમને પોતાના દેહ નો ત્યાગ કર્યો અને મોક્ષની પ્રાપ્તિ કરી |