Laughing Buddha : આપણે ઘણા ઘરો માં અને ઓફીસોમાં લાફીંગ બુદ્ધાની નાની મોટી મૂર્તિ જોઈ હશે , લોકો તેને સુખ અને સમૃદ્ધિનું પ્રતિક માને છે .પરંતુ લાફીંગ બુદ્ધા કોણ છે તે તમે જાણો છો ? અને લાફીંગ બુદ્ધાને ઘરમાં સ્થાન આપવાની પ્રથા ક્યારે શરુ થઈ .
લાફીંગ બુદ્ધાના હાસ્ય વિષે પ્રચલિત વાર્તા
એવું માનવામાં આવે છે કે મહાત્મા બુદ્ધના શિષ્યો ઘણા હતા , તેમાંથી એમના એક શિષ્ય નું નામ હતું હોતઈ.તેઓ જાપાનના રહેવાસી હતા , જયારે હોતઇને આત્મજ્ઞાન ની પ્રાપ્તિ થઈ , ત્યારે તેઓ જોર જોર થી હસવા લાગ્યા .એ પછી તેમને લોકોને હસાવીને ખુશ કરાવવાના કામને પોતાના જીવનનું લક્ષ્ય બનાવી લીધું .તેઓ જ્યાં જતા ત્યાં લોકોને પોતાનું મોટું પેટ બતાવી લોકોને હસાવતા , લોકો પણ તેમની સાથે હસીને ખુશ રહેતા , એટલા માટે જાપાન અને ચીન માં લોકો તેને હાસ્ય કરતા બુદ્ધા એટલે કે લાફીંગ બુદ્ધા કહેવા લાગ્યા .
લાફીંગ બુદ્ધાને લક્ષ્મી અને કુબેર નો દરરજો
હોતઈને માનવાવાળા લોકોનો પણ આજ ઉપદેશ હતો , તેમને મોજ મસ્તી કરવી હરવું ફરવું ખુબજ પસંદ હતું , એમના આવવાના સાથેજ લોકો પ્રસન્ન થઈ જતા .ચીનમાં તેમના અનુયાયીઓએ લાફીંગ બુદ્ધાના લક્ષ્યનો એટલો બધો પ્રચાર કર્યો , કે લોકો તેમને ભગવાન માનવા લાગ્યા . જેમ આપણા ભારત દેશમાં લક્ષ્મી અને કુબેરને ધન દેવતા માનવામાં આવે છે .એવીજ રીતે ચીનમાં લાફીંગ બુદ્ધાના મોટા પેટ અને હસતા ચહેરાને લોકો સમૃદ્ધિનું અને ખુશાલીનું પ્રતિક માનવા લાગ્યા .
ધીમે ધીમે દેશ વિદેશમાં લોકો માનવા લાગ્યા કે , લાફીંગ બુદ્ધાની મૂર્તિ ઘરમાં રાખવાથી સકારાત્મક ઉર્જા અને સમૃદ્ધિ આવે છે . તે પછી સમગ્ર વિશ્વમાં લાફીંગ બુદ્ધાની મૂર્તિ સ્થાપિત કરવા લાગ્યા .
ચીન જાપાનમાં લાફીંગ બુદ્ધાનું મંદિર અને મૂર્તિ
ચીન અને જાપાનના માં ઘણા મંદિરોમાં બુદ્ધાની મોટી મોટી મૂર્તિ જોવા મળે છે , ચીનના હેન્ગચો શહેરના લિંગીન મંદિરમાં 60 ફૂટ ઉચી મૂર્તિ આવેલી છે .જાપાનમાં પણ લામા મંદિર માં લાકડાના મોટા ટુકડાને કોતરીને લાફીંગ બુદ્ધાની મોટી પ્રતિમા બનાવવામાં આવી છે .
તેમજ તાઇવાન ના ટ્રેઝર કોગ્નિશન મંદિરમાં પણ દેશની સૌથી મોટી લાફીંગ બુદ્ધાની મૂર્તિ આવેલી છે ,